________________
(૫૯૮)
યોગદષ્ટિસમુરચય કરવાની જરૂર પડે છે, પણ ધરાયેલાને–તૃપ્ત થયેલાને કાંઈ જરૂર રહેતી આનંદઘન નથી. તેમ પરમ જ્ઞાનામૃતના પાનથી જે આકંઠ પરિતૃપ્ત થયા છે, તેને પ્રભુ જાગે રે હવે કઈ આલંબન–સાધનની અપેક્ષા રહેતી નથી, કારણ કે આલંબન
સાધનને ત્યાગી જેણે પરપરિણતિને ભગાડી છે, એવા સહજાન્મસ્વરૂપી આનંદઘન પ્રભુ અક્ષય એવા દર્શન-જ્ઞાન-વૈરાગ્યમાં જાગ્યા છે, અર્થાત્ શુદ્ધ આત્મસ્વરૂપમાં અખંડ સ્થિતિરૂપ સદેદિત જાગ્રત એવી ઉજાગર દશામાં બિરાજમાન થયા છે. આમ સાધ્ય સિદ્ધ થયું હોવાથી સાધનની કંઈ અપેક્ષા રહેતી નથી, કૃતકૃત્ય થયા હોવાથી એને હવે કંઈ કરવાનું રહ્યું નથી.
આલંબન સાધન જે ત્યાગે, પરંપરિકૃતિને ભાગે રે; અક્ષય દર્શન જ્ઞાન વૈરાગ્ય, આનંદઘન પ્રભુ જાગે રે.”—શ્રી આનંદઘનજી.
આ પરમ જ્ઞાની પુરુષ પરમ કૃતકૃત્ય, પૂર્ણ કામ થઈ ચૂક્યા છે; કારણ કે જ્યારથી ચેતન પોતે વિભાવથી ઉલટ થઈ–વિમુખ થઈ, સમય પામી પિતાને સ્વભાવ ગ્રહણ
કરી લીધું છે, ત્યારથી જ જે જે લેવા યોગ્ય હતું તે તે સર્વે તેણે કૃતકૃત્ય જ્ઞાન લઈ લીધું છે, અને જે જે ત્યાગ યેગ્ય હતું, તે તે સર્વ છેડી દીધું | દશા છે. એટલે તેને હવે કંઈ લેવાનું રહ્યું નથી કે મૂકવાનું બીજું કાંઈ રહ્યું
નથી, તે હવે તેને બાકી નવીન કાર્ય શું રહ્યું છે? કારણ કે સંગના ત્યાગી, અંગના ત્યાગી, વચન-તરંગના ત્યાગી, મનના ત્યાગી, બુદ્ધિના ત્યાગી એવા આ પરમ વીતરાગ યોગીશ્વરે આત્માને શુદ્ધ કરી દીધું છે.
જનહિ તે ચેતન વિભાવસો ઉલટિ આપુ, સમે પાઈ અપને સુભાવ ગહી લીને હૈ, તબહિ તે જે જે લેન જોગ સો સો સબ લીને, જે જે ત્યાગ જોગ સે સો સબ છાંડી દીને હૈ. લેવેકી ન રહી ઠોર ત્યાનિકે નહિ ઔર, બાકી કહા ઉર્યો જુ, કારજ નવીને હૈ, સંગ ત્યાગી, અંગ ત્યાગી, વચનતરત્ર ત્યાગી, મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી, આપ શુદ્ધ કીને હૈ.”
–શ્રી બનારસીદાસજીકૃત હિંદી સમયસાર, આવી પરમ અદ્ભુત વીતરાગ જ્ઞાનદશાને જેણે પિતાના જીવનમાં સાક્ષાત્ અનુભવ કર્યો છે, એવા પરમ ભેગી શ્રીમદ્ રાજચંદ્રજી આ સુભાષિતમાં વર્ણવેલ જ્ઞાનદશાની મુક્ત કંઠે પ્રશંસા કરતાં પરમેલલાસથી કહે છે કે –
લેવેકી ન રહી ઠોર, ત્યાગીવેકી નહિ ઔર
બાકી કહા ઉબ જુ. કારજ નવીને હૈ”
સ્વરૂપનું ભાન થવાથી પૂર્ણકામપણું પ્રાપ્ત થયું. એટલે હવે બીજુ કેઈ ક્ષેત્ર કંઈ પણ લેવાને માટે રહ્યું નથી. સ્વરૂપને તે કોઈ કાળે ત્યાગ કરવાને મૂખ પણ છે
નહિ; અને જ્યાં કેવલ સ્વરૂપસ્થિત છે, ત્યાં તે પછી બીજુ કાઈ રહ્યું