________________
(૫૮૪)
ગદષ્ટિસઝુમ્ર સમ્યગદષ્ટિ યોગી પુરુષ, સમસ્ત પરભાવ-વિભાવના સંગ-સ્પર્શ વિનાના પરમ અસંગ અનુષ્ઠાનને પામી, પરમ અમૃતમય આત્મધ્યાનદશાને પામે છે.
પ્રીતિ ભક્તિ અનુષ્ઠાનથી રે....મન, વચન અસંગી સેવ રે....ભાવિક કર્તા તન્મયતા લહેરે...મન પ્રભુ ભક્તિ સ્વયમેવ રે....ભવિ. ”-શ્રી દેવચંદ્રજી.
આવું પરમ અમૃતમય અસંગ અનુષ્ઠાન મહાપથના પ્રયાણરૂપ છે, મહામેક્ષમાર્ગ પ્રત્યેના સાક્ષાત્ ગમનરૂપ-છેલ્લી મજલરૂપ છે. આ અસંગ અનુષ્ઠાનથી જ સાક્ષાત એક્ષમાગની પ્રાપ્તિ હોય છે. અને એટલા માટે જ આ અસંગ અનુષ્ઠાનને અહીં “અનાગામિપદાવહ’ કહ્યું છે, અર્થાત્ અપુનરાવર્ત્ત પદ કે જ્યાંથી પુન: પાછું ફરવાનું નથી, એવું નિત્યપદ, શાશ્વત મોક્ષપદ તે પ્રાપ્ત કરાવનાર છે. આ અસંગ અનુષ્ઠાન થકી જ નિત્ય-સદા સ્થિર એવા મોક્ષપદની પ્રાપ્તિ હોય છે. કારણકે આ અસંગાનુષ્ઠાન તે ઉપરમાં કહ્યું તેમ પરમાત્માના તન્મય ધ્યાનરૂપ અનાલંબન યુગ છે, અને પરમાત્માના સ્વરૂપધ્યાન આલંબને આત્મા અવશ્ય પરમાત્મા થાય છે,-ઈયળ જેમ ભમરીના ધ્યાનથી ભમરી બને છે તેમ. “જિન ભક્તિરત ચિત્તને રે, મન, વેધક રસ ગુણ પ્રેમ છે. ભવિ.
સેવક જિનપદ પામશે રે, મન, રસધિત અય જેમ રે. ભવિ.”– શ્રી દેવચંદ્રજી. “જિન થઈ જિન જે આરાધે, તે સહી જિનવર હોવે રે ભંગી ઈલિકાને ચટકાવે, તે ભૂંગી જગ જેવે રે.”—શ્રી આનંદઘનજી. આના નામે કહે છે
प्रशान्तवाहितासंझं विसभागपरिक्षयः । शिववर्त्म धुवाध्वेति योगिभिर्गीयते ह्यदः ॥ १७६ ॥ વિસભાગપરિક્ષય અને, શાંતવાહિતં નામ,
ધ્રુવમાર્ગ શિવપંથ આ ગીત યોગીથી આમ, ૧૦૬, અર્થ -પ્રશાંતવાહિતા સંજ્ઞાવાળું આ અસંગ અનુષ્ઠાન વિસભાગપરિક્ષય, શિવવર્મા, ધ્રુવમાગ એમ યોગીઓથી ગવાય છે.
વિવેચન “વિસભાગક્ષય શાંતવાહિતા, ધ્રુવમારગ શિવ નામ;
કરે અસંગ ક્રિયા ઈહાં યેગી, વિમલ સુયશ પરિણામ છે.”—એ. સક્ઝા, –પ. કૃત્તિ-કફતવાતાવંશપ્રશાંતવાહિતા સંતાવાળું,-સાંખ્યાનુ. વિમાન પરિક્ષાઃ-વિભાગપરિક્ષય, બૌદ્ધોનું. શિવવર્મ-શિવવર્મા, શિવમાર્ગ-શોનું-ધુવાધ્યા–ધ્રુવમાર્ગ-મહાવતિનું, કૃતિ–એમ,
જિમિર્જાય? હા-અસંગ અનુષ્ઠાન યોગીઓથી ગવાય છે.