SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૬૭) પ્રભા દૃષ્ટિ : તત્ત્વમતિપત્તિ-શમસારાન સુખ અનુભવ શુદ્ધ સ્વરૂપરમણુતારૂપ ચારિત્રનેા જે ભંગ થાય તે જ રાગ છે. આ બન્ને વ્યાખ્યાને તાત્પર્યા એક જ છે. આમ શુદ્ધ આત્મપરિણતિના ભંગરૂપ અથવા પરપરિણતિમાં ગમનરૂપ રાગને અત્ર નાશ થાય છે.-એટલે પરપરિણતિમાં ગમન થતુ નથી અને આત્મપરિણતિમાં જ રમણ થાય છે.−આ પ્રભા' ષ્ટિમાં સ્થિતિ કરતા મહાયેાગી પરભાવને પરિહરી નિરંતર શુદ્ધ આત્મપરિણતિને જ ભજ્યા કરે છે, શુદ્ધ સહજાત્મસ્વરૂપી શુદ્ધ આત્મદેવને અવલંખતાં પરભાવને પરિહરે છે, અને આત્મધર્મ માં રમણું અનુભવતાં આત્મભાવને પ્રગટાવે છે. આવી ઉચ્ચ આત્મદશાના સ્વાનુભવનું તાદેશ્ય આલેખન આ રહ્યું:— “ એક આત્મપરિણતિ સિવાયના બીજા જે વિષયે તેને વિષે ચિત્ત અવ્યવસ્થિતપણે વર્તે છે. ’ “ અત્રે આત્માકારતા વતે છે. ” ઇત્યાદિ. ( જુએ) શ્રીમદ્ રાજચ દ્ર – તત્ત્વપ્રતિપત્તિ 3 - “ એ આશ્ચર્ય જાણે તે જાણુ, જાણે જ્યારે પ્રગટે ભાણુ. શ્રીમદ્ રાજચ'દ્રજી 6 છઠ્ઠી દૃષ્ટિમાં 4 મીમાંસા ’-સૂક્ષ્મ તત્ત્વવિચારણા નામના ગુણુ પ્રગટયા પછી તેના સ્વાભાવિક પરિણામરૂપે સાતમી દૃષ્ટિમાં તત્ત્વપ્રતિપત્તિ નામના ગુણને અવિર્ભાવ થાય છે. તત્ત્વપ્રતિપત્તિ એટલે યથાસ્થિત-જેમ છે તેમ આત્મતત્ત્વના અનુભવ. શુદ્ધાતમ અનુભવ સદા ’. આમ અત્રે આત્માને પ્રત્યક્ષ અનુભવ-સાક્ષાત્કાર થાય છે. એટલે જેમાં તેનુ પરાક્ષ વર્ણન છે, એવા અન્ય શાઓ અકિ'ચિત્કર થઇ પડે છે, નકામા અણુખપના થઈ પડે છે, કારણ કે શાસ્ત્ર તા માત્ર માનુ દિશાદર્શન કરાવે છે, અને જે આત્મ-વસ્તુતત્ત્વના લક્ષ કરાવવા માટે શાસ્ત્રનુ મુખ્ય પ્રયેાજન છે, તે વસ્તુતત્ત્વ તે અત્રે સાક્ષાત્ અનુભૂતિમાંઅનુભવમાં આવ્યુ છે, એટલે હવે તેનું શું કામ છે ? તેનું હવે કંઇ પ્રયેાજન રહ્યું નથી. “ અગમ અગેાચર અનુપમ અના, કાણુ કહી જાણે રે ભેદ ? સહજ વિશુદ્ધ રે અનુભવ વયણ જે, શાસ્ત્ર તે સઘળા રે ખેદ....વીર જિનેશ્વર પરમેશ્વર જયેા. હુ અગાચર માનસ વચનને, તેઢુ અતી'દ્રિય રૂપ; અનુભવ મિો ૨ વ્યક્તિ શક્તિ શું, ભાખ્યું તાસ સ્વરૂપ ...વીર૦ ’—શ્રી આનંદઘનજી. જે મન-વચનને અગાચર છે, જ્યાં વાણી અને મનને મૌન ભજવું પડે છે, જ્યાં વિકલ્પ–જ૫ના અવકાશ નથી, એવુ અતીન્દ્રિય આત્મસ્વરૂપ અનુભવ મિત્રના પ્રસાદથી અત્રે સાક્ષાત્ જણાય છે. જે નય-નિક્ષેપથી જણાતું નથી, અને જ્યાં પ્રમાણુનેા પ્રસર નથી, ગતિ નથી, તે શુદ્ધ સ્વરૂપી બ્રહ્મને કેવળ અનુભવ-ભાનુ જ દેખાડે છે. ( જુએ પૃ. ૩૦) 5
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy