SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૪૬) યોગદષ્ટિસમુચ્ચય અને આમ ભેગરૂપ નિઃસાર માયાજલમાં જ જેને દઢ રંગ લાગ્યો છે, દઢ અભિનિવેશ ઉપજ્યો છે, એવા ભગતત્ત્વ પુરુષને પોતાના શુદ્ધ આત્મસ્વરૂપનું દર્શન હેતું નથી, એટલે મોક્ષમાર્ગમાં તેને પ્રવેશ પણ ક્યાંથી હોય? દેહાદિની ભૂલભૂલામણીભરી મોક્ષમાર્ગે અંબાલમાં જે ફસાઈ ગયો છે, દેહાદિ માયાપ્રપંચમાં આત્મબુદ્ધિના વ્યામાહથી અપ્રગતિ- જે મુંઝાઈ ગયો છે, માયાજલરૂપ વિષયની અટપટી માયાવી જાલમાં જે સ્થિતિ અટવાઈ પડ્યો છે, તેને નિમિત્તે રાગદ્વેષ કરતો જે કષાયરંગથી રંગાઈ રહ્યો છે, અને તેથી જે ભવપ્રપંચના અનંત ચક્રાવામાં પડી ગયું છે,એવા આ મહામહમૂઢ જીવને મોક્ષમાર્ગ પામવો પણ મુશ્કેલ થઈ પડે છે. તેની મિથ્યાત્વમાં જ સ્થિતિ હોય છે, તેથી તે આગળ વધતો નથી, પ્રગતિ કરતો નથીકારણ કે જ્યાં લગી કષાયની ઉપશાંતતા ન થઈ હોય, વિષયાદિ પ્રત્યે અંતરંગ વૈરાગ્ય ન વર્તાતે હેય, મિક્ષ શિવાય બીજી કોઈ અભિલાષા ન હોય, ત્યાંલગી મોક્ષમાર્ગમાં પ્રવેશ કરવા યોગ્ય યોગ્યતા પણ પ્રાપ્ત થતી નથી, સાચું મિથ્યાત્વ “ગુણસ્થાનક' પણ પ્રાપ્ત થતું નથી, ને પ્રથમ મિત્રાદષ્ટિ પણ ખૂલતી નથી, તે પછી ઉક્ત ભેગતત્વ પુરુષને મેક્ષમાર્ગમાં પ્રવેશ ક્યાંથી હોય? ને તેમાં તે આગળ ક્યાંથી વધે? ઉત્તરેત્તર ગુણસ્થાનની પ્રાપ્તિથી પ્રગતિ કેમ કરે? આમ જેને ભેગમાં તત્ત્વબુદ્ધિ છે એ ભેગતત્વ પુરુષ સંસારમાં “સ્થિતિ’ કરે છે, અર્થાત અનંત કાળસ્થિતિ પર્યત અનંત પરિભ્રમણ દુઃખને પામે છે. અને મોક્ષમાર્ગમાં પણ તે “સ્થિતિ’ જ કરે છે. અર્થાત્ ગુણવિકાસ પામી આગળ પ્રગતિ કરતો નથી, ગળીયા બળદની જેમ જ્યાંને ત્યાં પડ્યો રહે છે ! અને આમ તેનું પરિભ્રમણ દુઃખ ચાલુ રહે છે, ને તેના નિવારણને ઉપાય તેને મળતું નથી. એટલે બને રીતે તે દુઃખી થાય છે. मीमांसाभावतो नित्यं न मोहोऽस्यां यतो भवेत् । अतस्तत्त्वसमावेशात्सदैव हि हितोदयः ॥ १६९ ॥ નિત્ય મીમાંસા ભાવથી, મેહ એહમાં હોય; એથી તસ્વસમાવેશથી, સદા હિતોદય હોય. ૧૬૯ અર્થ–નિત્ય મીમાંસા ભાવને લીધે આ દષ્ટિમાં મહ હેત નથી, એથી કરીને તત્વસમાવેશને લીધે સદૈવ હિતેાદય જ હોય છે. કૃત્તિ-સમભાવો-મીમાંસા ભાવથી, સવિચાર ભાવથી, નિત્યં-નિત્ય, સર્વકાળ, મોહડક્સ વત્તો મ-કારણ કે આ દૃષ્ટિમાં મેડ હેત નથી, અતઃ–એથી કરીને તરવસમાવેરાત–તસ્વસમાવેશરૂપ કારણ થકી, સદૈવ ફિ હિતો આ દષ્ટિમાં ચોક્કસ સંદેવ હિદય જ હોય છે.
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy