________________
(૫૧૨)
યોગદષ્ટિસમુચય
અબાહ્ય કેવલ તિ એક, નિરાબાધ નિરામય છેક; તેજ પરમ અહિં તત્વ પ્રમાણ, બાકી બધા ઉપપ્લવ જાણું. ૧૧૬ એમ વિવેકી ધીર મહંત, પ્રત્યાહાર સદાય કરંત, વિષયોમાંથી ઇંદ્રિય હરે, આસક્તિ ભોગે ના ધરે. ૧૧૭ જેહ હરાયા છે જેમાં વિષયમાં ધરતી બહુ પ્રેમ હઠથી હઠાવી ઇંદ્રિય તેહ, સ્વરૂપમાં જોડે ગુણગેહ ૧૧૮ પાપ તણે મિત્ર જ છે ભોગ, યોગ પ્રત્યે રોગ જ છે ભોગ; ભોગ ભુજંગ તણે છે ભોગ, ઇછે કયમયેગી તે ભોગ? ૧૧૯ ધર્મથી પણ સાંપડતે ભોગ, તેને પણ ગમે નહિ ગ; ઉપ શીતલ ચંદન થકી, તે અગ્નિય વન બાળે નકી. ૧૨૦ ભોગથી ઇચ્છા તણે વિરામ, કદી ન થાયે-વધે જ કામ; એક ખાંધેથી ઉતારી ભાર, બીજે લાદ તે અવધાર! ૧૨૧ એમ ચિંતે યેગી નિષ્કામ, આત્મારામી તે ગુણધામ; વિષયવિષને દૂરથી ત્યજે, આત્મસ્વરૂપ અમૃતને ભજે. ૧૨૨ અષ્ટ મહાસિદ્ધિ નવ નિધિ, યોગને હેયે સંનિધિ; વિભૂતિ સૌ દાસી થઈ ફરે, આવી સ્વયં યેગીને વરે. ૧૨૩ તે સામી નવ દષ્ટિ કરે, ગી સમ્યગદષ્ટિ ખરે! અનંત જ્યાં આત્માની ઋદ્ધિ, ત્યાં કુણ માત્રજ લબ્ધિ સિદ્ધિઃ ૧૨૪ બેસી સ્વરૂપના ઘરમાંહિ, યેગી સાક્ષી ભાવે આંહિ; પુદ્ગલજાલ તમાસે જુવે, લીલા લહેર મફત અનુભવે. ૧૨૫ ધર્મતણી બાધા પરિહર, તત્વથી ધર્મ યત્ન જ કરે;
આત્મધર્મમાં સ્થિરતા ધરે, ભગવાન્ મનનંદન પદ વરે. ૧૨૬ ॥ इति महर्षिश्रीहरिभद्राचार्यविरचिते किरत्चंद्रसूनुमनःसुखनंदनेन भगवानदासेन सुमनोनंदनीबृहत्टीकानामकविवेचनेन सप्रपञ्च विवेचिते श्रीयोगदृष्टिसमुच्चयशाने पञ्चमी स्थिरादृष्टिः॥