________________
(૪૫૮)
ચાંગદષ્ટિસમુચ્ચય
એક ચિત્ત-સારથિના હાથમાં આવી છે, અને આમ ભાવથી અનુપમ ચૈતન્યરસના અનુભવ આસ્વાદ થાય છે, એટલે પછી ઇંદ્રિયા એવી તે વશ થઈ જાય છે, એવી તે ગરીબડી ગાય જેવી આધીન થઈ જાય છે, કે તેને પછી બાહ્ય વિષયમાં રસ પડતા નથી, ને તે પ્રત્યે પરાણે લઇ જવામાં આવતાં પણ તે જતી નથી! એવું તે તેને આ ચિત્ત-ઘર ગાડી જાય છે ! એટલે આ ચૈતન્ય અમૃતરસના આસ્વાદ છેાડીને ચેગી તે ‘ માકસબુકસ ’રૂપ પુદ્ગલલેાગને ઇચ્છતા નથી !–આમ આ દૃષ્ટિમાં સ્થિતિ કરતા સમ્યગ્દૃષ્ટિ યેાગીપુરુષનું દર્શન અવશ્ય પ્રત્યાહારવાળું જ હાય છે, કારણ કે અંતર'ગ વિષયવૈરાગ્ય ન હેાય તે સમ્યગ્દષ્ટિપણુ પશુ ઘટે નહિ; માટે સમ્યગ્દષ્ટિ પુરુષને વિષયા પ્રત્યે અત્યંત અનાસક્તિ જ હેાય, પરમ વૈરાગ્ય જ વર્તે.
પ્રત્યાહાર–ખરેખરા
ભ્રાંતિ દોષ ત્યાગ
“બીજી સમજણ પછી કહીશ, જ્યારે ચિત્ત સ્થિર થઈશ. ”—શ્રીમદ્ રાજચંદ્રજી. ચેાથા ઉત્થાન નામના ચિત્તદોષ ચેાથી દૃષ્ટિમાં નાશ પામ્યા પછી, સ્વાભાવિક ક્રમે ભ્રાંતિ નામના પાંચમા દોષ અત્રે ટળે છે. કારણ કે (૧) અત્રે એવી પ્રશાંતવાહિતા હેાય છે, ચિત્તના એવા અખડ એકધારા શાંત પ્રવાહ પ્રવહે છે, ચિત્તનું એવું ઠરેલપણું હાય છે કે મેાક્ષસાધક યાગમાગ–ક્રિયામાંથી ચિત્ત ઊઠતુ' નથી. અને જો ચિત્ત સ્વસ્થાનમાંથી ઊઠે જ નહિ, તે તેની બ્રાંતિ પણ કેમ થાય? તે આડુંઅવળુ` કેમ ભમે ? એટલે અત્રે ચિત્ત અભ્રાંત હાય છે–સ્થિર હાય છે. (૨) અથવા પ્રસ્તુત યાગક્રિયાને છેડી ચિત્તનું ચારેકાર ભ્રમણ-ભ્રામક વૃત્તિ તે બ્રાંતિ. પણ અત્રેતા શાંતપણાને લીધે ચિત્તસ્થિરતા વત્ત છે, એટલે તેવી ભ્રાંતિ હેાતી નથી, અભ્રાંતિ જ હાય છે. (૩) અથવા છીપમાં રૂપાની જેમ ભ્રમણા થવી, તત્ત્વને અતત્ત્વ માનવારૂપ વિપર્યાસ થવા તે બ્રાંતિ. પણ અત્રે તેા તત્ત્વના યથા નિશ્ચયને લીધે તેવી વિપર્યાસરૂપ ભ્રાંતિ હોતી નથી, અભ્રાંતિ જ વર્તે છે. (૪) અમુક ક્રિયા કરી કે ન કરી, એ ભ્રમથી ન સાંભરે, એટલે એવી શુભ ક્રિયાથકી પણ અથવિાષી એવું અકાજ થાય, ઈટલરૂપ પરમાર્થ કાર્ય ન થાય. ( જુએ પૃ. ૮૬) આ પણ ભ્રાંતિ છે. પણ અત્રે આ દૃષ્ટિમાં તે સમ્યગ્ ઉપયેાગવંતપણાને લીધે જાગૃતિવાળા સમ્યગ્દષ્ટિ પુરુષને તેવી ભ્રાંતિ પણ ઉપજતી નથી. આમ શાંતપણાને લીધે, વિપર્યાસરહિતપણાને લીધે, અને ઉપયેગવતપણાને લીધે અત્રે ચિત્ત સર્વ પ્રકારે અબ્રાંત હાય છે–સ્થિર ઢાય છે. એટલે સભ્યષ્ટિ પુરુષ જે વંદનાદિ ક્રિયા કરે છે તે પણ અશ્રાંત હાય છે, અર્થાત્ યથાક્ત ક્રમને ખરાખર સાચવીને તે તે ક્રિયા ભ્રાંતિરહિતપણે કરે છે; પૂર્ણ ભાવપૂર્ણાંક પરમ ક્રાંતિથી, તાત્ત્વિક લક્ષથી, ને તન્મય સ્થિર ઉપયાગથી કરે છે. જેમ કે—