SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ સાચધ્યોગ (૨૭) છે, તેનું નામ સામર્થ્ય છે. આ યુગ સર્વ યુગમાં ઉત્તમ યોગ છે. આના બે લક્ષણ કહ્યા –(૧) શાસ્ત્રમાં આનો ઉપાય સામાન્યપણે દર્શાવ્યો છે, (૨) વિશેષપણે તો શાસ્ત્ર કરતાં પણ આ યોગને વિષય પર છે,-શક્તિના પ્રબલપણાને લીધે. તે આ પ્રકારે – શાસ્ત્રમાં આ સામગને ઉપાય બતાવે તે છે, પણ તે માત્ર સામાન્યપણે બતાવ્યો છે,-વિશેષપણે નહિં. આમાં શાસ્ત્રનું પ્રયોજન તે માર્ગદર્શન-દિશાદર્શન પૂરતું છે. જેમ શાસ્ત્રનું કઈ વટેમાર્ગુ કોઈ જાણકારને રસ્તો પૂછે, તે રસ્તો બતાવનાર તેને લાબેથી સામાન્ય આંગળી ચીંધીને તે બતાવે છે, પણ તે કાંઈ તેને ઠેઠ વળાવવા જેતે માર્ગદર્શન નથી તેમ શાસ પણ મુમુક્ષુ સામગ્રીને આ યોગમાર્ગમાં ગમન કરવાની સામાન્યથી દિશા સૂઝાડે છે કે-જુઓ ! આ આ ઉપાય કરશે તો આગળને માગ પામશે. પણ તેની સૂચના પ્રમાણે તે માર્ગે ચાલવાનું-ગમનને પુરુષાર્થ કરવાનું કામ તે તે નિર્મલ મતિવાળા મુમુક્ષુનું છે. અને તે તેમ કરે છે એટલે જ તે યોગમાર્ગમાં આગળ ને આગળ પ્રયાણ કરતો જાય છે, ઉત્તરોત્તર વધતી આત્મદશાને-ગુણસ્થાનને-પામતે જાય છે. અને એમ કરતાં કરતાં તે શાક્ત મર્યાદાને પણ વટાવી જાય છે, અને વિશેષથી શાસ્ત્રને અગોચર-શાસ્ત્રથી પર એવા વિષયને પામતો પામતે આગળ ધપતા જાય છે. કારણ કે શાસ્ત્ર તે અમુક હદ સુધી સામાન્યપણે માર્ગ બતાવે છે કે-“આ આત્મસામર્થ્યથી ફલાણ દિશાએ ચાલ્યા જાઓ.” પછી વિશેષપણે તે સામર્થયેગીએ પ્રગતિ પોતાના આત્મસામર્થ્યથી જ માર્ગનું સ્વરૂપ જાણી આગળ વધવાનું રહે છે. અને એવા પ્રકારે આગળ વધવાનું સામર્થ્ય- સમર્થ પણું આ યોગીમાં આવી ગયું હોય છે, ગ-ગગનમાં મુક્તપણે વિહરનારા આ વિહંગમાં એટલું બધું આત્મબલ વૃદ્ધિ પામ્યું હોય છે, કે તે પોતાની મેળે જ યથેચ્છ ઊંચે ઊડવાને સમર્થ થાય છે. એટલે તે સડસડાટ વેગમાર્ગે ચાલ્યો જાય છે, અને તે જેમ જેમ વિશેષ કરીને આગળ જતે જાય છે, તેમ તેમ પોતાની મેળે જ તેને આગળનો ભાગ પ્રત્યક્ષ દેખાતે જાય છે, જે માર્ગ લાંબેથી બરાબર હેત દેખાતે તે નિકટ આવતાં સાવ સ્પષ્ટ દેખાવા માંડે છે, અને જે મારા પ્રત્યક્ષ આત્માનુભવગમ્યપણે ચેકખેચે દેખાતો હોય, તેમાં પછી આત્મસામર્થ્ય સિવાય બીજી શી સહાયની તેને અપેક્ષા રહે? આમ આવા સમર્થ ભેગીને પ્રત્યક્ષ સાચો માર્ગ મળી ગયો છે, ને સંદેહ છૂટી ગયું છે, એટલે તે નિર્ભયપણે-નિઃશંકપણે-દઢ નિશ્ચય પણે, પોતાના અંધાવેલથી જપિતાના આત્મબલથી જ, ગ-પર્વતની એક પછી એક ભૂમિકાઓ કૃદાવતે જાય છે, ને એમ ચઢતો * “વિફા વર્ણિતા શાશનમતિ: પથિ .. જ્ઞાનવો યુaોત ıશેષોપ૪રપ –શ્રી યશોવિજ્યજીકૃત અધ્યાત્મપનિષદ્દ
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy