SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪) ગદકિટસમુદાય શ્રી પ્રતિકમણ વગેરે સૂત્રમાં ઘણુસૂત્રો “ચ્છામિ “રા' વગેરે ઈચ્છા પ્રદર્શક પદથી શરૂ થાય છે, એની પાછળ પણ એ જ રહસ્ય રહેલું છે, કે પ્રત્યેક ધર્મક્રિયામાં પ્રથમ ઈચ્છાગ હોવો જોઈએ. જેમકે “સુચ્છામિ વારમળો, સુઝાઝારેણ સંહિસદુ માવન ૦] ઈત્યાદિ તેમજ આ ગ્રંથના મંગલાચરણમાં પણ તે ઈચ્છાગ જ કહ્યો છે, તે પણ ગર્ભિતપણે એમ સૂચવે છે કે ઈછાયોગ એ જ યોગનું મંગલાચરણ છે, યોગનું પ્રથમ પગથિયું છે, યેગનું પ્રવેશદ્વાર છે. અને આ ધર્મ- ઈચ્છામાં પણ બીલકુલ નિષ્કપટપણું, માયાચાર રહિતપણું હોવું જોઈએ; દાંભિક ડોળઘાલુપણું, ધર્મઢેગીપણું, બગલાભગતપણું ન જ હોવું જોઈએ, ધમીમાં ખપવા ખાતરનો દંભ ન જ હોવો જોઈએ; ને તે જ તે સાચી ધર્મઇચ્છા-મુમુક્ષતા કહી શકાય. કપટ રહિત થઈ આતમ અરપણા રે, આનંદઘન પદ રેહ.......”—શ્રી આનંદઘનજી. દુર્બલ નગ્ન ને માસ ઉપવાસી, જે છે માયા રંગ રે; તે પણ ગર્ભ અનંતા લેશે, બોલે બીજુ અંગ છે.” -શ્રી યશોવિજયજીકૃત સાડા ત્રણસો ગાથાનું સ્તવન "आत्मार्थिना ततस्त्याज्यो दंभोऽनर्थनिबन्धनम् । શુદ્વ યાદનુમૂતચેત્યાન પ્રતિપાદિતમ્ ”_શ્રી યશોવિજયજી કૃત અધ્યાત્મસાર અર્થાત્ –એટલા માટે આત્માથીએ અનર્થના કારણરૂપ દંભ-ગીપણું છોડી દેવું જોઈએ. ઋજુની-સરળતાવંત પુરુષની શુદ્ધિ હોય છે, એમ આગમમાં કહ્યું છે. ૨. શ્રુતજ્ઞાન–બીજું, તેનામાં શ્રુતજ્ઞાન હોવું જોઈએ. સદ્ગુરુમુખે કે સલ્તામ્રમુખે તેણે શ્રુતનું અર્થનું શ્રવણ કરેલું હોવું જોઈએ, તેને આગમનું જાણપણું શ્રતજ્ઞાન હોવું જોઈએ. અત્રે “શ્રવણ” એટલે માત્ર કણે દ્રિયદ્વારા શબ્દનું સાંભળવું એમ નહીં, પણ સાંભળવાની સાથે ભાવથી અર્થગ્રહણ પણ કરી લેવું તે જ સાચું શ્રવણ છે. કારણકે જેના દ્વારા તત્વ અર્થાય-ધાય તેનું નામ જ અર્થ અથવા આગમ-શ્રુત છે. એટલે આ અર્થ-આગમ-શ્રુત જે શ્રવણ કરે, તે તેના અર્થગ્રહણરૂપ શ્રવણ પણ કરે, એ સહેજે સમજાય એમ છે. x “कायोत्सर्गादिसत्राणां श्रद्धामेधादिभावतः । ફુછોને સાચે રેરાસર્વત્રતegશાન ” –શ્રી અધ્યાત્મસાર "हिअस्स जहा खणमवि विच्छिज्जइ णेव भोअणे इच्छा। एवं मोक्खत्थीणं छिज्जइ इच्छा ण कज्जं मि॥" શ્રી યશોવિજયજીકૃત યતિલક્ષણસમુચ્ચય
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy