SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧ કહ્યું છે તેમ “અભિમતે વસ્તુ વસ્તુગતે કહે રે તે વિરલા જગ જોય.' બાકી તથારૂપ તાત્ત્વિક અનુભવ વિના વસ્તુની માત્ર ખાલી કલ્પિત વાત કરનારા જનના કાંઈ તે નથી. તેમને તે સર્વત્ર સુકાળ જ છે. ખેદ થાય છે કે નગદ માલરૂપે ( Materially) અધ્યાત્મનું સ્વરૂપ જાણ્યાસમજ્યા વિના હાલ અધ્યાત્મીઓને વ્યવહાર કટિમાં અધોગતિ પામતા આ દેશમાં, આ કોમમાં રાફડો ફાટયો છે, કેવળ ખ્યાલ-ભ્રમણ-ગતાનુગતિકત્વને ( Sentimentalism) અનુસરી શુદ્ધ વરતુગતે વસ્તુરૂપને જાણ્યા સમજ્યા વિના અધ્યાત્મનું પુંછડું પકડનારા આ છે, નથી આત્માને ઓળખવાના, પણ વ્યવહાર-પરમાર્થથી પતિત થઈ દેશને અને પિતાને પરિણામે ધક્કો જ પહોંચાડશે.”—શ્રી મનસુખભાઈ કિરતુચંદ મહેતા. કારણ કે વસ્તુવિચારની બાબતમાં દિવ્ય નયનને વિરહ પડ્યો છે, “વસ્તુ વિચારે રે દિવ્ય નયન તણે, વિરહ પડયો નિરધાર,’ એટલે યથાર્થ વસ્તુવિચાર થતો નથી. જેમ સમ્યગદષ્ટિ (ચક્ષુ ) વિના બાહ્ય પદાર્થોનું યથાર્થ દર્શન થતું નથી, તેમ સમ્યગદષ્ટિ વિના આત્માદિ અતીન્દ્રિય પદાર્થનું સમ્યફ સ્વરૂપદર્શન થતું નથી. એ દિવ્ય નયન વિના આખા બ્રહ્માંડ સંબંધી ગમે તેટલા કલ્પનારૂપ સ્વચ્છેદ વિચાર કરે તો પણ પરમાર્થથી શૂન્ય જ છે, મોટું મીંડું જ છે. કારણ કે હું પોતે કોણ છું? મહારૂં સ્વરૂપ શું છે? એ એક મૂળભૂત કેન્દ્રસ્થ વસ્તુને જીવે શાંતભાવે વિવેકપૂર્વક ભાગ્યે જ વિચાર કર્યો છે. એટલે એ આખા લેકને જાણવાની ચેષ્ટા કરે છે, પણ દેહ-દેવળમાં બિરાજમાન આત્મદેવના સ્વરૂપને જાણવાની તમા કરતું નથી ! આ મુખ્ય પ્રજનભૂત આત્મવસ્તુના વિચારની સમ્યગૃષ્ટિ પણ મુખ્યપણે સાચા જ્ઞાની સદૂગુરુના અવલંબને પૂલે છે, અને તે આધ્યાત્મિક યોગદષ્ટિથી જ યેગમાર્ગનું દિવ્ય દર્શન થાય છે. એટલે પછી જેવી “દષ્ટિ તેવી સૃષ્ટિ', જેવું દર્શન તેવું સર્જન એ ન્યાયે તે દષ્ટા જોગી જન’ તે દિવ્ય યોગમાર્ગે ગમન કરવા “ઈચ્છે છે” (ઈચ્છાયોગ). એટલે દષ્ટિપૂરં ચત્તારું એ સૂત્ર પ્રમાણે વેગમાર્ગે દૃષ્ટિપૂત પદન્યાસ કરતે કરતો તે “ દૃષ્ટા” પુરુષ અપૂર્વ આત્મપુરૂષાર્થથી, અદમ્ય ઉત્સાહથી ને અનન્ય સંવેગથી તે સન્માર્ગે ગમન કરે છે, પ્રવૃત્તિ આદરે છે (પ્રવૃત્તિ ). વચ્ચે નડતા વિદ્ગોને આ વીર પુરુષ અદ્દભુત શૌથી સામનો કરી જય કરે છે અને શાંત સ્થિરપણે માર્ગે ચાલ્યો જાય છે (સ્થિરગ). અને અંતે ઈષ્ટ દયેય સ્થાને આવી પહોંચી તે ગમાર્ગને પ્રવાસ પૂરો કરી અનુપમ સિદ્ધિ સાધે છે. (સિદ્ધિયોગ). તાત્પર્ય કે-એગમાર્ગે પ્રવર્તતે “જોગીજન' પરભાવ-વિભાવથી આત્મસ્વરૂપનું હિંસન ન થવા દેવાનો નિરંતર જાગ્રત ઉપયોગ રાખી, દ્રવ્યથી અને ભાવથી અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને નિષ્પરિગ્રહ એ પાંચ યમનું પરિપાલન કરે છે; શૌચ,
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy