SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ દીમાષ્ટિ: સત્સંગને અનન્ય મહિમા (૩૧) પરિચય પાતકઘાતક સાધુ શું, અકુશલ અપચય ચેત; ગ્રંથ અધ્યાતમ શ્રવણુ મનન કરી, પરિશીલન નય હેત...સંભવ.” “દુષ્ટજન સંગતિ પરિહરી, ભજે સુગુરુ સંતાન રે.”—શ્રી આનંદઘનજી. અત્રે સત્સંગ-આગમ નથી એમ એકવચનરૂપ પ્રગ કરી એકભાવ કહ્યો છે, તે સહેતુક છે, કારણ કે માર્ગના દર્શનમાં સત્ પુરુષનું જ પ્રાધાન્ય-પ્રધાનપણું છે. માર્ગદિષ્ટા સત્પરુષ સદ્ગુરુ જ માર્ગ દેખાડી શકે, તે જ અજ્ઞાનાં જીવનું “નયન” એટલે કે સન્માર્ગે દોરવણું કરી શકે. અને તે પુરુષને સમાગમ જોગ બને તે તેના અનુસંધાનમાં જ સહૃતના શ્રવણને જેગ પણ બની આવે છે. અથવા તેમની આજ્ઞા પ્રમાણે અધ્યાત્મશાસ્ત્ર વાંચવા-વિચારવાની–અવગાહવાની પ્રેરણા મળે છે. આમ અગમ એવું આગમજ્ઞાન પણ ગુરૂગમને આધીન છે, માટે બને કારણની એકતા કહી. જ્ઞાની પુરુષોએ આ સત્સંગનો મહિમા ઠેર ઠેર ખૂબ ગાય છે. સત્સંગ એ જીવને તરવાનું ઉત્તમ સાધન છે. “ક્ષણ પણ સજજનની સંગતિઝ થઈ તે તે ભવસમુદ્ર તરવામાં નૌકા સમાન થઈ પડે છે,” એમ મહાજને કહે છે. કારણ કે સત્સંગથી જીવના સ્વચ્છેદાદિ દેષ સહેજ દૂર થાય છે, ને આત્મગુણની વૃદ્ધિ થાય છે. આમ સત્સંગનો આશ્રય જીવને પરમ આધારરૂપ, અવષ્ટભરૂપ, ઓથરૂપ થઈ પડે છે, ને તેના અવલંબને સંસારસાગર ખાબોચીઆ જે થઈ જઈ લીલાથી પાર ઉતરાય છે. જીવના પરમ બાંધવરૂપ આ સત્સંગની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે, માટે તેમાં સર્વાત્માથી આત્માર્પણ કરવું યોગ્ય છે એમ સત્પરુષે ઉપદેશે છે. “માટે જેની પ્રાપ્ત કરવાની દૃઢ મતિ થઈ છે, તેણે પોતે કંઇ જ જાણતો નથી એ દઢ નિશ્ચયવાળો પ્રથમ વિચાર કરે. અને પછી “સ” ની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું. તે જરૂરી માર્ગની પ્રાપ્તિ થાય. આ જે વચન લખ્યા છે, તે સર્વે મુમુક્ષુને પરમ બંધવરૂપ છે, પરમ રક્ષકરૂપ છે. અને એને સમ્યફ પ્રકારે વિચાર્યોથી પરમપદને આપે એવાં છે. એમાં નિગ્રંથ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી, ષટું દશનનું સર્વોત્તમ તત્વ અને જ્ઞાનીના બોધનું બીજ સંક્ષેપે કહ્યું છે. સર્વ પરમાર્થના સાધનમાં પરમ સાધન તે સત્સંગ છે. પુરુષના ચરણ સમીપનો નિવાસ છે. બધા કાળમાં તેનું દુલ્લભપણું છે, અને આવા વિષમ કાળમાં તેનું અત્યંત દુલ્લભપણું જ્ઞાની પુરુષોએ જાણ્યું છે. જે પુરુષ સદ્ગુરુની ઉપાસના વિના નિજ કલ્પનાએ આત્મસ્વરૂપને નિર્ધાર કરે તે માત્ર પોતાના સ્વછંદના ઉદયને વેદે છે, એમ વિચારવું ઘટે છે. અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાધનને ગૌણ ગણી, નિર્વાણને મુખ્ય હેતુ એ સત્સંગ જ * “ક્ષાન િરજ્ઞનયંતિરે, મવતિ મનાઈવર ના />– શ્રી શંકરાચાર્ય "पातयन्ति भवावते ये त्वां ते नैव बांधवाः । “વંધુતાં તે થિન્તિ હિતમુદ્િરા યોનિનઃ”—શ્રી શુભચંદ્રાચાર્યજી કૃત શ્રી જ્ઞાનાર્ણવ,
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy