SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ દીમાણિઃ ભવાભિનદીને મહામહ, જન્મ-મરણાદિ દુઃખ (૩૦૩) જન્મ મરણ વ્યાધિ જરા, રોગ શોક દુઃખવંત; ભવ તાંય ઉદ્વેગ ના, અતિ મેહથી લહંત, ૭૯ અર્થ :– જન્મ, મરણ, જરા, વ્યાધિ, રેગ, શોક વગેરેથી ઉપદ્રવ પામતા સંસારને દેખતાં છતાં, તેઓ અતિ મહને લીધે ઉદ્વેગ પામતા નથી! વિવેચન “જન્મ જરા ને મૃત્યુ, મુખ્ય દુઃખના હેતુ કારણ તેને બે કહ્યા, રાગ દ્વેષ અણુહેતુ”—શ્રીમદ રાજચંદ્રજી ઉપરમાં ભવાભિનંદી જીવ વિપરીત મતિવાળા, ઊધી બુદ્ધિવાળા હોઈ, હિત-અહિતના વિવેકમાં અંધ હોય છે, અને માત્ર વર્તમાનને જ જોનારા હોય છે,-એમ કહ્યું. આમ અવિવેકી ને વર્તમાનદશી હોવાથી જ, સંસારનું પ્રગટ દુઃખદ સ્વરૂપ મહામેહનું પ્રત્યક્ષ દેખતાં છતાં, તેઓ તેથી ઉદ્વેગ પામતા નથી, કંટાળતા નથી, વિલસિત ઉલટા તેમાં જ ગાઢ મોહ પામે છે! પુનઃ પુન: જન્મવું, પુનઃ પુનઃ મરવું, પુનઃ પુનઃ જનનીના જઠરમાં ગર્ભવાસ કરે, પુનઃ પુનઃ ચારે ગતિમાં રખડવું, એવી અત્યંત પ્રગટ દુઃખમય અવસ્થાઓ પુનઃ પુનઃ આ સંસારમાં પ્રત્યક્ષ અનુભવવી પડે છે. છતાં આ સંસારથી આ જીવ ઉદ્વેગ પામતા નથી, તેમાંથી ઉદ્ એટલે અત્યંત વેગથી ભાગી છૂટવાનો વિચાર કરતા નથી, એટલું જ નહિ પણ તેને ઉલટા દેઢ આસક્તિથી વળગી રહે છે, એ કાંઈ જેવું તેવું આશ્ચર્ય નથી. ખરેખર આ બધું મહાહનું વિલસિત છે. કારણ કે અશુચિમય માતાના ઉદરમાં જાણે તપશ્ચર્યા કરતું હોય એમ નવ માસ પર્વત ઉધે માથે લટકતે રહી, આ જીવ જ્યારે જન્મ પામે છે, તે સમયે જે વેદના થાય છે, તે અતિ અતિ તીવ્ર, અતિ અતિ અસહ્ય, અકથ્ય ને અવશ્ય હોય છે. એવી જન્મ દુખ વેદના પ્રત્યેક જન્મમાં–ભવમાં વેદવી પડે છે. કહ્યું છે કે- “ જેના બને છેડે અગ્નિ સળગાવેલ છે એવા લાકડાની અંદરમાં રહેલા કીડાની જેમ, હે જીવ! તું જન્મમૃત્યુથી ભેટાયેલા શરીરમાં અરેરે ! સીદાય છે ! * શ્રીમદ્ રાજચંદ્રજીનું પરમ સંવેગરંગી વચનામૃત છે કેકર્થના-હેરાનગતી અનુભવતા, વીક્ષના દેખતાં છતાય, સર્વ-સંસારને, નોદિનન્ત-ઉગ પામતા નથી,-આના થકી ઉગ પામતા નથી એમ પ્રક્રમ છે–ચાલુ સંબંધ છે, રિમોટતો-અતિ મહરૂપ હેતુને લીધે. * “રીઢોસથાપ્રવાતારિણવાર . મમૃત્યુપત્ર વારે વત સીલ ” શ્રી ગુણભદસ્વામીકૃત આત્માનુશાસન પુત્તર ગમનં પુનgવ મf, પુનરષિ કાનનગરજે શયનં ”શ્રી શંકરાચાર્ય
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy