SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ છે; જ્ઞાન- નામાં વિશ્વને હવરાવનારા આ પૂર્ણ બેધ-ચંદ્રના સૌમ્ય દર્શને જાણે પ્રફુલ્લિત થયેલું આ યંગ-કમલ પૂર્ણ વિકસ્વરપણાને પ્રાપ્ત થયેલું દષ્ટ થાય છે ! (જુઓ મુખપૃષ્ઠ પરની આકૃતિ.) બીજના ચંદ્રમા જેવી, ગદષ્ટિ ખુલ્ય ક્રમે; પૂર્ણ યોગકલા પામી, ભગવાન સ્વરૂપે રમે.”—ગદષ્ટિકલશ (સ્વરચિત) અથવા ગરૂપ પુરુષ છે. તેના અષ્ટ ગાંગરૂપ આઠ અંગ છે. તેમાં યમ-નિયમરૂપ બે ચરણ છે, આસન-પ્રાણાયામ બે હાથ છે, પ્રત્યાહાર ઉદર છે, ધારણા વક્ષસ્થળ (છાતી) છે, ધ્યાન ગ્રીવા (ડોક ) છે, સમાધિ ઉત્તમાંગ–મસ્તક છે. આ આઠે અંગનું સંપૂર્ણ પણું–અવિકલપણું થાય તે જ ગપુરુષની અવિકલ સંપૂર્ણતા છે,–જેમ અવિકલ સંપૂર્ણ અંગોપાંગવાળા પુરુષની હોય છે તેમ. એક પણ અંગની વિકલતાથી–અપૂર્ણતાથી ગપુરુષની વિકલતા–અપૂર્ણતા છે,–જેમ હીન અંગવાળા, ખેડખાંપણવાળા, પુરુષની હોય છે તેમ. પુરુષશરીરમાં પ્રત્યેક અંગનું જેમ યથાયોગ્ય સમુચિત સ્થાન ને ઉપયોગીપણું હોય છે, તેમ આ યોગશરીરમાં પણ પ્રત્યેક ગાંગનું યથાયોગ્ય સમુચિત સ્થાન ને ઉપયોગી પણું છે. જેમ શરીરના સર્વ અંગ-પ્રત્યંગ એક બીજા સાથે સહકારથી–સહગથી એકપણે વત્તી (Co-ordination) એક શરીર સંબંધી સર્વ કિયા સાધે છે, તેમ ગપુરુષના આ સર્વ અંગ એક બીજા સાથે સહકારથી–સહગથી એકપણે વત્તી (Organic unit) એક યોગ-પુરુષની સાધક એવી પ્રક્રિયા કરે છે. વાયુ એ જ શરીરને અને શરીર અને પ્રાણ છે, તેમ આત્મા એ જ આ ગ-પુરુષને અને તેને ગાંગેનો ભાવપ્રાણ છે. જેમ જેમ એગદષ્ટિને વિકાસ થતું જાય છે, અને એકેક ગાંગ પ્રગટતા પામી જેમ જેમ પુષ્ટ થતું જાય છે, તેમ તેમ આત્મા ઉત્તરોત્તર સ્વભાવને વિષે ઓર ને એર સ્થિતિ કરતો જાય છે. યાવત્ આઠમી પર દષ્ટિમાં અષ્ટાંગ યુગપુરુષને વિકાસ પરાકાષ્ટાને પ્રાપ્ત થયે આત્મસ્વભાવમાં પૂર્ણ પ્રવૃત્તિ હોય છે. દષ્ટિ આઠમી સાર સમાધિ, નામ “પર” તસ જાણું છે; આપસ્વભાવે પ્રવૃત્તિ પૂરણ, શશિ સમ બે વખાણું છે.”–શ્રી કે. દ. સક્ઝા. અને આમ જ્યારે ચંદ્ર સમી ગદષ્યિ પૂર્ણ કળાએ ખીલી ઊઠે છે, અને ગપુરુષ પૂર્ણ વિકાસને પામે છે ત્યારે ગચક્રની પૂર્ણતા થતાં આ ભવચક્રની પણ “પૂર્ણતા” થાય છે, અર્થાત્ આ ભવચકનો અંત આવે છે. અષ્ટ ગાંગ એ આ ચોગચક્રના આરા છે, તે આત્મસ્વભાવથું જનરૂપ એ ગની ધરી સાથે ગાઢ સંબદ્ધ હોઈ તેની આસપાસ ફરે છે, અર્થાત્ તે આત્મસ્વભાવના જ સાધક થઈ પ્રવૃત્ત છે. આવું આ ગચક્ર ખરેખર ! ભવચકનો ઉછેરી કરનારું અમોઘ “સુદર્શન ચક” છે. ભવ-અરિને હણ નાંખનારું આ શુદ્ધ “ધર્મચક્ર' પ્રજનારા પરમ ચેમિનાથ “અરિહંત એવા યથાર્થ નામને પામે છે, અને આત્મસ્વરૂપની સિદ્ધિ કરીને “સિદ્ધ' નામને સાર્થક કરે છે.
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy