SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ દીમાદષ્ટિ: “ભૃગી ઈલિકાને ચટકાવે”-તીર્થકરદશન (૨૫૯) કરનાર પોતે જ ધ્યેય એવા પરમાત્મસ્વરૂપ થઈ જાય, ધ્યેયની સમાપત્તિ થાય અને સાધ્યની અખંડ સિદ્ધિ સાંપડે. પરમેશ્વર અવલંબને રે.....મન ધ્યાતા ધ્યેય અભેદ રે....ભવિ. ધ્યેય સમાપત્તિ હવે રે....મન સાધ્ય સિદ્ધિ અવિચ્છેદ રે...ભવિ.”—શ્રી દેવચંદ્રજી “તારું ધ્યાન તે સમકિતરૂપ, તેહી જ જ્ઞાન ને ચારિત્ર તે જ છેજી, તેથી જાયે સઘળા હો પાપ, ધ્યાતા ધ્યેય સ્વરૂપ હોયે પછે.”—શ્રી યશોવિજયજી આમ દ્રવ્યના-તત્ત્વના સાધમ્યથી અંતરાત્માને પરમાત્માની સમાપત્તિ થાય છે, અર્થાત સભ્યપ્રકારે તદ્રુપતા૫ત્તિ, તદ્રુપપણું, તન્મયપણું થાય છે, કારણ કે જે જેને ધ્યાવે તે તે થાય, એ નિયમ છે. અત્રે ભમરી ને ઇયળનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. ઈયળ ભમરીનું ધ્યાન ધરે છે, તે ઈયળ ભમરી બને છે. શ્રી આનંદઘનજીએ પરમ ભાવોલ્લાસથી લલકાર્યું છે કે : “જિન થઈ જિનને જે આરાધે, તે સહી જિનવર હોવે રે, ભંગી ઇલિકાને ચટકાવે, તે ભંગી જગ જેવે રે...હૂદરિશણ જિન અંગ ભણીજે.” શ્રીમદ્ રાજચંદ્રજી આ વચનને ઉત્તમ પરમાર્થ સમજાવતાં કહે છે કે –“જિન થઈ ને એટલે સાંસારિક ભાવને વિષેથી આત્મભાવ ત્યાગીને, જે કઈ જિનને એટલે કેવલ્ય જ્ઞાનીને, વીતરાગને આરાધે છે, તે નિશ્ચયે જિનવર એટલે કૈવલ્યપદે યુક્ત હોય છે. તેને ભમરી અને ઇયળનું પ્રત્યક્ષ સમજાય એવું દષ્ટાંત આપ્યું છે.” “દાસ વિભાવ અપાય, નાસે પ્રભુ સુપસાય; જે તન્મયતાએ ધ્યાય, તેહને સહી દેવચંદ્ર પદ થાય રે...જિર્ણોદા તારા નામથી મન ભીને.” “પરમગુણ સેવન તન્મયતા, નિશ્ચય ધ્યાને ધ્યાવેજી; શુદ્ધાતમ અનુભવ આસ્વાદી, દેવચંદ્ર પદ પાવે.”—શ્રી દેવચંદ્રજી. આમ સમાપત્તિ આદિ ભેદથી આ તીર્થકરદર્શન-પરમાત્મદર્શન ગુરુભક્તિના પ્રભાવથી સાંપડે છે એમ કહ્યું છે. અર્થાત્ ગુરુભક્તિના પ્રભાવથી ઉપજેલા પુયપરિપાકથી ઉપરમાં વિવર્યું તેમ સમાપત્તિથી પરમાત્મદર્શન થાય છે, અથવા તીર્થકર નામકર્મ ગુરુભક્તિથી બંધાય છે, તેને ઉદય થાય છે, અને તીર્થંકરભાવની પ્રાપ્તિ થાય છે. અને તીર્થકર દર્શન આમ પણ તીર્થકરદર્શન–પરમાત્મદર્શન સાંપડે છે. આ તીર્થકરદર્શન-પર માત્મદર્શન જ નિર્વાણનું એક નિબંધન અર્થાત્ મોક્ષનું અદ્વિતીય કારણ છે. તે પ્રાપ્ત થયા વિના કદી પણ નિર્વાણ થતું નથી. જેની પ્રાપ્તિ પરમ દુર્લભ છે, એવું
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy