SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ “ગુણસ્થાન” એટલે ખરેખર યક્ત ગુણનું સ્થાન એમ ભાવ સમજ. એટલે મિત્રા વગેરે ચાર દૃષ્ટિમાં ઉત્તરોત્તર મિથ્યાત્વનું પ્રમાણ ઘટતું જાય છે ને તેથી ઉપજતા ગુણનું પ્રમાણ વધતું જાય છે. ત્યારપછી પાંચમી સ્થિર દષ્ટિથી માંડીને મિથ્યાત્વનો સર્વથા અભાવ હોય છે, સમ્યગુદર્શન જ હોય છે. પાંચમી દષ્ટિને સમ્યગદર્શનરૂપ બધપ્રકાશ રત્નપ્રભા જે સ્થિર હોય છે, એટલા માટે જ એને “સ્થિરા” એવું યથાર્થ નામ આપ્યું છે. આ સમ્યગ્ગદર્શનરૂપ રત્નદીપક મનમંદિરમાં પ્રગટ્યો કે બસ શત્રુબલ ખલાસ! મેહઅંધકારનો સર્વનાશ ! ને અનુભવતેજ ઝળહળાટ ! સમ્યગદર્શન– રનને દીવ જાગે તે જાગ્યો ! ઓલવાય જ નહિં ! એટલું જ નહિ પણ તેનું તેજ કાંતા, પ્રભા ને પરાષ્ટિમાં તારા, સૂર્ય ને ચંદ્ર પ્રભાની જેમ ઉત્તરોત્તર સ્થિરતર ને બળવત્તર બની વધતું જ જાય છે ! સાહેલાં હે કુંથુ જિનેશ્વર દેવ ! રત્નદીપક અતિ દીપતો હો લાલ સાવ મુજ મનમંદિરમાંહિ, આવે જે અરિઅલ જીપતે હો લાલ. સારા મિટે તે મેહ અંધાર, અનુભવ તેજે ઝળહળે છે લાલ, સાવ ધૂમ કષાય ન રેખ, ચરણ ચિત્રામણ નવિ ચળે હો લાલ.”—શ્રી યશોવિજયજી. આમ મિત્રા આદિ પ્રથમ ચાર દૃષ્ટિ પર્યત મિથ્યાત્વ છતાં તેને સદ્દષ્ટિ-સમ્યગ - દષ્ટિમાં કેમ ગણી? તેનું સમાધાન એમ છે કે મિત્રા આદિ ચાર દૃષ્ટિએ છે, તે સમ્યગદષ્ટિના અમેઘ-અચૂક કારણરૂપ થાય છે. એટલા માટે કારણમાં કાર્યના ઉપચારથી તે મિત્રાદિની પણ સમ્યગદષ્ટિમાં ગણના કરી છે. આ સમજવા માટે ઇક્ષુમાંથી શુદ્ધ સાકરની બનાવટનું દષ્ટાંત છે: શુદ્ધ સાકરની (Refined crystallised sugar ) અવસ્થાએ પહોંચવામાં શેરડીથી માંડીને શુદ્ધ સાકર સુધીની સઘળી પ્રક્રિયામાંથી (Various processes ) પરાર થવું જ પડે છે, ત્યારે જ ખડી સાકરની નિષત્તિ થાય છે. તેમ શુદ્ધ આત્મસિદ્ધિને માટે સિવા આદિ આત્માના કમિક ગુણવિકાસની અવસ્થાઓ પણ તેવા પ્રકારે ઉપયોગની છે, કારણ કે તે સમ્યગ્દષ્ટિનું કારણ થાય છે. આ મિત્રા આદિ અવસ્થાઓ ખરેખર ! ઈસુ ખાદિ જેવી છે, કારણ કે તેમાં પરમ અમૃત સમા સંવેગરૂપ માધુર્યની નિષ્પત્તિ થાય છે. આથી ઉલટું અભયે નલ જેવા–બરૂ જેવા છે, તેથી કરીને જ તેમને કેઈ કાળે સંવેગમાર્ચ નહિં નીપજતું હોઈ તેઓ મિત્રાદિ દૃષ્ટિ પામવા સર્વથા અયોગ્ય છે. અને બીજાઓ-ભવ્ય પણ જ્યાં લગી સંવેગમાધુર્ય પામતા નથી ત્યાં લગી મિત્રાદિ દષ્ટિ સ્પર્શતા નથી; જ્યારે સંવેગરંગથી રંગાય છે, ત્યારે જ-ચરમાવર્તામાં જ આ મિત્રાદિ દષ્ટિ પશે છે. આ દષ્ટિ સકલ ગિદર્શનેને સંમત છે, “એક આદિના પરિહારથી ચમ આદિ ગથી યુક્તને અનુક અષાદિ ગુણનું સ્થાન એવી અ: દષ્ટિ મુનિઓને (પતંજલિ અ.દિને) સંમત છે.” જે આ અષ્ટ દષ્ટિ કહી તેને અહીં અનુક્રમે યમ, નિયમ, આસન,
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy