SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૪ર) યોગદષ્ટિસમુચ્ચય અને એવી નિરુપાધિક, નિસ્વાર્થ, કેવળ પરમાર્થ પ્રેમમય પ્રીત–સગાઈ તે ધમની જ છે. “ધર્મપ્રેમ એ જ સાચે પ્રેમ છે.” કારણકે ધર્મ જ પરમ મિત્ર-સુહની જેમ જ્યાં જયાં આ જીવ જાય છે ત્યાં ત્યાં સર્વત્ર તેને અનુ• ધર્મ પ્રેમ ગામી થઈ, સાચું મિત્રપણું અદા કરે છે; સર્વત્ર હિતસ્વી રહી આત્મએ જ સાચે કલ્યાણ સાધી, સાચે નિર્ચાજ મિત્રભાવ બજાવતે રહે છે. એટલા પ્રેમ છે” માટે આવા પરમાર્થ પ્રેમી ધર્મરૂપ પરમ કલ્યાણમિત્રને સંસર્ગ કદી પણ છોડવા ગ્ય નથી, એમ આ ઉપરથી સાર બેધ ફલિત થાય છે. કારણ કે સર્વ શાસ્ત્રો પિકારીને કહે છે કે –“પાપથી દુઃખ ને ધર્મથી સુખ છે, એટલા માટે પાપ કરવું નહિ, ને ધર્મને સંચય કર. ઝ' કારણકે મનુષ્ય ગમે તેટલા છળપ્રપ કરી, ગમે તેટલા કાળા ધેળા કરી, ગમે તેટલું ધન સંચય કરે, ગમે તેટલી “ દે-લત” એકઠી કરે, ગમે તેટલા વાડીવજીફા ને બાગ-બંગલા બંધાવે, ગમે તેટલી ત્રદ્ધિ-સમૃદ્ધિ મેળવે, અરે ! જે જ્યાંની તે સકલ શત્રુદલને પદદલિત કરી વિશ્વનું એકછત્રી સામ્રાજ્ય સાધી ત્યાં રહીજી’ ચક્રવતી પદવી પણ પ્રાપ્ત કરે, તે પણ જ્યારે મૃત્યુવેળા આવી પહોંચે છે, ત્યારે તે બધુંય એમને એમ થયું રહે છે, જે જ્યાંનું છે તે ત્યાંનું ત્યાં જ પડયું રહે છે, ને યમરાજની આજ્ઞાથી આ કાયારૂપ કોટડી એક ક્ષણની પણ નેટીસ વિના તાબડતોડ ખાલી કરી, એ બધેય પરિગ્રહ પરાણે મૂકીને જેવા આવ્યા તેવા ખાલી હાથે પાછા ચાલ્યા જવું પડે છે. મહાપરાક્રમી વિજેતા ઍલેકઝાંડર (સીકંદર) અંગે કહેવાય છે કે-તે જ્યારે મૃત્યુશય્યા પર હતું, ત્યારે તેણે એવો આદેશ કર્યો હતે કે હારી ઠાઠડી જ્યારે લઈ જવામાં આવે ત્યારે મહારી મુઠ્ઠી ખુલ્લી રાખજે, ને જગતને બતાવજો કે આ સીકંદર ખાલી હાથે આવ્યા હતા ને ખાલી હાથે જાય છે. “ પરિગ્રહની મમતા કરીજી, ભવભવ મેલી રે આથ; જે જ્યાંની તે ત્યાં રહીજી, કેઈ ન આવી સાથ રે....જિનાજી! મિચ્છા દુક્કડ આજ.” શ્રી વિનયવિજયજીકૃત શ્રી પુણ્યપ્રકાશસ્તવન “પહવીને જે છત્ર પરે કરે, મેરુને કરે દંડ રે; તે પણ ગયા હાથ ઘસતા, મૂકી સર્વ અખંડ માયાજાલશે.”—શ્રી રૂપવિજયજી, * “કુદë પાપાન સુર ઘસર્વશrg સંરિથતિઃ | ર્જ ચમત: પાપં થો ધર્મસંનઃ ”—શાસ્ત્રવાર્તાસમુચ્ચય "पापाहुःखं धर्मात्सुखमिति सर्वजनसुप्रसिद्धमिदम् । તમાહૂિદાય પરં તુ સુદ્ધાર્થી ન ધર્મન્ –આત્માનુશાસન,
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy