SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ બલાદષ્ટિ : આત્માથે જ સાધન સેવન (૨૩૧) બંધનને અર્થ થાય છે. મૂઢજ જનોનો જેમ સ્ત્રી-પુત્રાદિ સંસાર છે, તેમ સદ્ગરહિત-અધ્યાત્મરહિત વિદ્વાનોને પણ “શાસ્ત્ર-સંસાર” છે ! તે જ પ્રકારે યમ, નિયમ, સંયમ, ત્યાગ, વૈરાગ્ય વગેરે અત્યંતર સાધને પણ જે કરંજનાથે કરવામાં આવતા હોય, અથવા ઈષ્ટ સાધ્ય લક્ષ્યને ભૂલી જઈ સાધનની ખાતર સાધન કરવામાં આવતા હોય, અથવા સાધનને સાધ્ય માની સેવવામાં આવતા હોય, તે તે પણ બંધનરૂપ બને છે. શ્રી રત્નાકરપચીશીમાં કહ્યું છે કે – “વૈશાચર પવષ્યનાચ, ધર્મોપદેશો સનસનાય . वादाय विद्याध्ययनं च मेऽभूत्, कियद् ब्रुवे हास्यकरं स्वमीश ॥" આમ જાણતે હેઈ આ મુમુક્ષુ પુરુષ તે તે ઉપકરણોને ઉપકરણરૂપે આરાધે છે. તે તે સાધનેને સાધનરૂપે સેવે છે અને તેમાં મમત્વરૂપ ઈચ્છા–પ્રતિબંધ કરી તેને બંધન બનાવતે નથી; કારણ કે તે યમ, નિયમ, સંયમ, ત્યાગ, વૈરાગ્ય, ભક્તિ આત્માથે જ જપ, તપ, વ્રત, શાસ્ત્ર આદિ આત્યંતર ઉપકારી સાધનને પણ કેવળ સાધન સેવન આત્માથે જ સેવે છે, શુદ્ધ આત્મસિદ્ધિને સતત નિશ્ચય લક્ષ્ય રાખી આરાધે છે. જેમ રાધાવેધ સાધનારા બાણાવળીને લક્ષ રાધાની (પૂતળીની) કીકી પર જ હોય છે, તેમ આ આત્માથી મુમુક્ષુ પુરુષને નિરંતર લક્ષ શુદ્ધ આત્મારૂપ પરમાર્થ પર જ હોય છે; આમ હોવાથી એને ઉપકરણ વિષયમાં કઈ પણ વિઘાત ઉપજતું નથી, ઈચ્છા પ્રતિબંધરૂપ વિક્ત નડતું નથી. તેમ જ આ મુમુક્ષુ પુરુષ સાવધને પરિહાર કરે છે, સર્વ પાપકર્મને ત્યાગ કરે છે, નિષિદ્ધ આચરણ કરતું નથી. એટલે તે અઢાર પાપસ્થાનક પ્રયત્નપૂર્વક વજે છે. આથી કરીને પણ તેને યોગસાધનમાં અવિઘાત હોય છે, ઈચ્છા પ્રતિબંધ રહિતપણું હોય છે. કોઈ પણ વિદ્ધ નડતું નથી. તે નિર્વેિનપણે, નિરાકુલપણે ગસાધના કર્યા કરે છે. અને આ ગસાધનનો અવિઘાત મહેદયરૂપ ફળવાળે છે. એટલે આ નિવિન ચગસાધનથી મુમુક્ષુને માટે અમ્યુદય-પુણ્યદય પ્રાપ્ત થાય છે, તેમજ નિઃશ્રેયસૂ-મોક્ષની સિદ્ધિ સાંપડે છે. આ મહદયવાળે સુયશ તેને મળે છે ! “વિઘન ઈહાં પ્રાયે નહી જી, ધર્મ હેતુમાં કેય; અનાચાર પરિહારથી છ, સુયશ મહોદય હાય..રે જિનજી! ધન”—શ્રી યે દસ રૂ–પ "पुत्रदारादिसंसारः पुंसां संमूढचेतसाम् । વિગુણ રાત્રઃ સોનાહિતામનામ્ – બિંદુ
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy