SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ તારાદષ્ટિ સતેષ, તપ, સ્વાધ્યાય (૧૮૧) વંતે-દેહધારીઓ સાથે અસંગમ એટલે તેને સંપર્કનું પરિવર્જન થાય છે. જે ખરેખર ! પોતે જ અશુચિમય પિતાની કાયાને જગુસે છે, તે તેવી જ અશુચિમય પારકી કાયાઓ સાથે સંસર્ગ કેમ અનુભવે ? (૩) સત્ત્વવૃદ્ધિ-પ્રકાશ-સુખાત્મક સુસત્તની શુદ્ધિ થાય છે, એટલે કે રજસૂ-તમસ રહિતપણું થાય છે. (૪) સૌમનસ્ય-ખેદના અનનુભવથી માનસી પ્રીતિ ઉપજે છે, ચિત્તપ્રસન્નતા થાય છે. (૫) એકા-એકાગ્રપણું, એટલે નિયત વિષયમાં ચિત્તનું સ્થિરપણું થાય છે. (૬) ઈદ્રિયજય-ઇદ્રિયનો જય થાય છે. (૭) આત્મદર્શન ગ્રતા-વિષયપામુખનું એટલે જે વિષયથી વિમુખ થયા હોય તેનું સ્વાત્મામાં અવસ્થાન-સ્થિતિ થાય છે, અને વિવેકખ્યાતિરૂપ આત્મદર્શનમાં ગ્યતા પ્રાપ્ત થાય છે, સમર્થપણું સાંપડે છે. ૨. સંતેષ-પ્રાપ્ત સ્થિતિમાં તુષ્ટ રહેવું, પ્રસન્ન-રાજી રહેવું, સદા ખુશમીજાજમાં રહેવું તે સંતેષ છે. આ સંતોષથી ભેગો પગ પદાર્થની મર્યાદા બંધાય છે, પરિગ્રહ પરિમાણનું નિયમન કરાય છે, આરંભની નિવૃત્તિ થાય છે. બાકી “તૃષ્ણ તે આકાશ જેવી અનંત છે.” “પ્રત્યેક પ્રાણી દીઠ તૃષ્ણારૂપ ઊડે ખાડે છે, તેમાં આખું વિશ્વ એક અણુ જેટલું છે, તે પછી તેના ભાગે કેટલું આવશે ?” * આમ તૃષ્ણાને ખાડો કદી પૂરાતો નથી. ચક્રવર્તીની ઋદ્ધિથી કે મેરુ જેવડા સેનાના ડુંગરથી પણ જે તૃષ્ણા છીપતી નથી, તે પામર મનુષ્યની પામર સંપત્તિથી શી રીતે છીપવાની હતી ? જેમ જેમ આ જીવ તૃષ્ણતરંગમાં તણાતે જાય છે, તેમ તેમ તે વધારે ને વધારે ઊંડા તૃષ્ણાજલમાં ઉતરતો જાય છે ! સતીશ્વર શ્રીમદ્ રાજચંદ્રજીએ સાચું જ કહ્યું છે કે “હતી દીનતાઈ ત્યારે તાકી પટેલાઈ અને, ન મળી પટેલાઈ ત્યારે તાકી છે શેઠાઈને; સાંપડી શેઠાઈ ત્યારે તાકી મંત્રિતાઈ અને, આવી મંત્રિતાઈ ત્યારે તાકી નૃપતાઈને, મળી નૃપતાઈ ત્યારે તાકી દેવતાઈ અને, દીઠી દેવતાઈ ત્યારે તાકી શંકરાઈને અહે ! રાજ્યચંદ્ર માને માન શંકરાઈ મળી, વધે તૃષ્ણાઈ તેય જાય ન મરાઈને.”—શ્રી મોક્ષમાળા આ વિષયતૃષ્ણનું નિવારણ નિયમન કરનાર સંતેષ છે જેમ જેમ પર વસ્તુની મૃગતૃષ્ણાને-ઝાંઝવાના જળને મોહ ઓછો થતો જાય છે, તેમ તેમ સંતેષ ગુણની * “તિ ટુ ભારતમાં મળતિયા ”—શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, “મારામઃ કતિળિ ચમન વિશ્વમપૂTY | ચ વિહં ક્રિયાતિ વૃથા તે વિષચેષિતા ? –શ્રી ગુણભદ્રસ્વામીજીકૃત શ્રી આત્માનુશાસન, " સંતાપાનામ: મુઢિામ: I'-પાતo o ૨-૪૨.
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy