SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬૨) ગિદષ્ટિસમુચ્ચય સન્દુરુષને યોગ થયે તે એવી ભાવના થાય કે અત્યાર સુધી જે મારા પ્રયત્ન કલ્યાણને અર્થે હતાં તે સૌ નિષ્ફળ હતાં–લક્ષ વગરના બાણુની પેઠે હતા. પણ હવે પુરુષને અપૂર્વ યોગ થયે છે, તે મારાં સર્વ સાધન સફળ થવાને હેતુ છે.” ઈત્યાદિ. -શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૪૩૩ (પર૨) “પરિચય પાતક ઘાતક સાધુ શું, અકુશલ અપચય ચેત; ગ્રંથ અધ્યાતમ શ્રવણ મનન કરી, પરિશીલન નય હેત..સંભવ”-શ્રી આનંદઘનજી સાધ્યરસી સાધકપણે, અભિસંધિ રખે નિજ લક્ષ છે.”—શ્રી દેવચંદ્રજી આમ વંચક–અવંચક શબ્દના પ્રયોગમાં ભગવાન શાસ્ત્રકારે ઘણે પરમાર્થ સમજાવ્યું છે. વંચક એટલે છેતરનાર, ઠગનાર, છળનાર; અવંચક એટલે નહિં છેતરનાર, નહિં ઠગનાર, નહિં છળનાર. ઠગ જેમ માણસને ભૂલાવામાં નાંખી દઈ, વંચક ગનું થાપ આપે છે, તેમ આ વંચક ગાદિ જીવને ભૂલાવામાં-ભ્રમણમાં ઠગપણું નાંખી દઈ, ઠગે છે, છેતરે છે, છળે છે! કારણ કે મૂળ લક્ષ્યનું ભાન ન હોવા છતાં, જીવ બિચારે બફમમાં ને બફમમાં એમ માને છે કે હું ગ સાધું છું, હું ક્રિયા કરું છું, મને ફળ મળશે. પણ તે બિચારો ઠગાય છે! ને અનંત યંગ સાધતાં છતાં, અનંત કિયા કરતાં છતાં, તે ઊધે રવાડે ચડી ગયા હોવાથી અનંત ફળ પામતે રહી, ચારે ગતિમાં રડવડે છે–રખડે છે! આવી ને આવી ભ્રમણામાં આ જીવે વંચક એવા અનંત યેગ-સાધન કરવામાં કાંઈ બાકી રાખી નથી, વંચક એવી અનંત ક્રિયા કરવામાં કાંઈ મણ રાખી નથી, અનંત પરિશ્રમ ઊઠાવવામાં કાંઈ પાછી પાની કરી નથી ! પણ તે બાપાની આ બધી મહેનત પાણીમાં ગઈ છે, “છાર પર લિંપણ” જેવી નકામી થઈ છે, ને પરમાથે તેનું પરિણામ મેટું મીંડું આવ્યું છે !! કારણ કે અનંતકાળના પરિભ્રમણમાં આ જીવે અનંતવાર દીક્ષા ગ્રહણ કરી હશે, સાધુ-સંન્યાસી-બાવો બન્યા હશે ! મેરુપર્વત જેટલા ઘા–મુહપત્તિ વાપર્યા હશે ! યમ, નિયમ, સંયમ, ત્યાગ વૈરાગ્ય વગેરે અથાગ આદર્યા હશે; વનવાસ મોટું મીંડુ! લઈને, મૌન ધારણ કરી દઢ પવાસન લગાવીને બેસી ગયે હશે ! પ્રાણાયામ વગેરે હઠગના પ્રયોગ કરી સમાધિ ચઢાવી ગયો હશે ! સ્વરોદય વગરે જાણું અને મંત્ર-તંત્રાદિના ચમત્કાર બતાવી મુગ્ધજનેને ભેળવ્યા હશે ! અનેક પ્રકારના જપ-તપ કર્યા હશે. સવ શાસ્ત્રને પારંગત બની આગમવર, મૃતધર, શાસ્ત્રજ્ઞમાં ખપે હશે સ્વમતના મંડનમાં ને પરમતના ખંડનમાં પાવરધો બની “દિગવિજય’ કરવા પણ નીકળી પડયો હશે ! અરે ! પિતાનું કાંઈ પણ ઠેકાણું નહિં છતાં, ઊંચા વ્યાસપીઠ પરથી મેક્ષ સુધીના ઉપદેશરૂપ મેટા મોટા વ્યાખ્યાને આપી, સાક્ષાત વાચસ્પતિના જેવી વતાબાજી કરી, વ્યાખ્યાનધરા ધ્રુજાવી ને સભાઓ ગજાવી હશે !
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy