SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫) ગદષ્ટિસમુચ્ચય સત્ય, શીલ, દાન વગેરે પણ દયાની રક્ષા કરનારા અંગરક્ષક જેવા છે, દયા વિના એ બધા અપ્રમાણ છે. મહાત્મા સપુરુષે કહી ગયા છે કે – ધર્મતત્ત્વ જે પૂછયું મને, તે સંભળાવું નેહે તને, જે સિદ્ધાંત સકળને સાર, સર્વ માન્ય સહુને હિતકાર. ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજે દયા સમાન, અભયદાન સાથે સંતેષ, ઘો પ્રાણીને દળવા દોષ. સત્ય શીલ ને સઘળાં દાન, દયા હેઈને રહ્યા પ્રમાણ; દયા નહિં તો એ નહિ એક, વિના સૂર્ય કિરણ નહિં દેખ.”—શ્રી મોક્ષમાળા “જિસકે હિરદે હય ભૂતદયા, વાને સાધન એર કિયે ન કિયે -મહાત્મા કબીરજી તુલસી દયા ન છડિએ, જબ લગ ઘટમેં પ્રાન.” શ્રી તુલસીદાસજી ૨. ગુણવંત પ્રત્યે અષ ગુણવાનું જન પ્રત્યે અષ-અમત્સર હોવો, ઈર્ષ્યા રહિતપણું હોવું, તે આ છેલ્લા પુદ્ગલાવનું બીજું લક્ષણ છે. ગુણને દ્વેષ તે મત્સર કહેવાય છે, તે અહીં ન હોય. વિદ્યા, વિનય, વિવેક, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ વગેરે ગુણોથી જે કોઈ પણ પોતાના કરતાં અધિક-ચઢીયાત દેખાય, તે તેના પ્રત્યે અદેખાઈ ન કરે; પરંતુ તે તે ગુણ જોઈ ઊલટો મનમાં પ્રસન્ન થાય, રાજી થાય, પ્રમોદભાવ ધરે કે- ધન્ય છે આને ! આનામાં વિદ્યા-વિનય-વિવેકને કેવો વિકાસ છે! આ કેવો જ્ઞાનવાનું , કેવો ચારિત્રવાન છે!’ આમ પરના પરમાણુ જેવડા ગુણને પણ પર્વત જેવો ગણી પિતાના હૃદયમાં સદાય વિકાસ પામે, પ્રફુલ થાય, સાચો સગુણાનુરાગી બને, તો સમજવું કે આ છેલા પુદ્ગલાવર્ણનું ચિહ્ન છે. " परगुणपरमाणूपर्वतीकृत्य नित्यं, નિગદ વિલંત: ખંતિ હતઃ ચિત્તઃ | ”—શ્રી ભતૃહરિ “ગુણ પ્રમાદ અતિશય રહે, રહે અંતર્મુખ ગ.”—-શ્રીમદ્ રાજચંદ્રજી પરગુણ દેખી પ્રમોદ પામવો, ખુશી થવું, રાજી થવું એ જ સજજનનું લક્ષણ છે. સજજન તે પ્રમોદભાવથી કેવી ભાવના કરે છે, તેનું સુંદર શબ્દચિત્ર* અત્રે આપ્યું છે.– x"जिह्वे प्रवीभव त्वं सुकृतिसुचरिताच्चारणे सुप्रसन्ना, भूयास्तामन्यकोतिनुतिरसिकतया मेऽद्य को सुकौ । वोक्ष्या न्यप्रौढलक्ष्मी द्रुतमुपचिनुतां लोचने रोचनत्वं, સંસારિમઝારે શનિતિ મરતાં નમનો મુચવ I” –શ્રી શાંતસુધારસ,
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy