SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨૮) ગદ્દષ્ટિસમુશ્ચય કરનારા, વેષધારી-નામધારી એવા દ્રવ્ય આચાર્ય, દ્રવ્યઉપાધ્યાય, દ્રવ્યસાધુ, દ્રવ્યતપસ્વી વગેરે. ભાવાચાર્ય વગેરેની ભક્તિ કરવી એ જ ગબીજ છે, નહિં કે દ્રવ્યાચાર્ય વગેરેની. દ્રવ્યાચાર્ય–દ્રવ્યસાધુ વગેરે તે ખોટા રૂપીઆ જેવા છે, તેને માનવા તે તે કૂડાને રૂડા માનવા જેવું છે, અને તે રૂડું નથી. માટે ભાવાચાર્ય આદિનું જ માન્યપણું છે. બાહ્યદષ્ટિવાળા પ્રાકૃત જને તો બાહ્ય વેષાદિ દેખીને સાધુપણું કપે છે, મુગ્ધ હોઈ ઉપર ઉપરના દેખાવથી ભેળવાઈ જાય છે, અને જ્ઞાનરહિત એવા દ્રવ્યલિંગીઓને ગુરુ માની બેસી આરાધે છે! બેટા રૂપીઆને વટાવતા જતાં કેડીની કિંમત ઉપજતી નથી! કારણ કે ભાવ જ x પ્રથમ લિંગ છે, દ્રવ્યલિંગ પરમાર્થરૂપ નથી, ગુણદોષનું કારણ ભાવ છે એમ જિન ભગવાન કહે છે. ભાવની વિશુદ્ધિ નિમિત્તે બાહ્ય ગ્રંથને ત્યાગ કરાય છે, પણ અત્યંતર એવા રાગદ્વેષાદિ ગ્રંથયુક્તને બાહ્ય ત્યાગ નિષ્ફલ છે.” પણ જે ગદષ્ટિવાળા જોગીજનો છે તેઓ તે ભાવવિહીન દ્રવ્યલિંગને કંઈ પણ વજૂદ આપતા નથી, તેઓ તે ભાવ-આત્મપરિણામ પ્રત્યે જ દષ્ટિ કરે છે, ભાવિતાત્મા એવા * ભાવલિંગીને જ મહત્ત્વ આપે છે, દશન-જ્ઞાન-ચારિત્ર-તપ આદિ ભાવલિંગનું જ આત્મભાવના પ્રગટપણાના માપ ઉપરથી મૂલ્યાંકન કરે છે, સાચા નગર પ્રધાનપણું રૂપીઆને જ સ્વીકારે છે. કારણ કે તે સારી પેઠે જાણે છે કે-ધાતુ ખોટી અને છાપ બેટી, અથવા ધાતુ ખોટી અને છાપ સાચી, એ બે પ્રકાર કલઈના રૂપીઆ જેવા બનાવટી (Counterfeit) મૂલ્યહીન દ્રવ્યલિંગી સાધુઓના છે, તે તે સર્વથા અમાન્ય-અસ્વીકાર્ય છે; અને ધાતુ સાચી પણ છાપ બેટી, અથવા ધાતુ સાચી અને છાપ પણ સાચી, એ બે પ્રકાર ચાંદીના રૂપીઆ જેવા સાચા મૂલ્યવાન ભાવલિંગી સાધુજનના છે, અને તે જ સર્વથા માન્ય છે. એટલે દ્રવ્યથી તેમ જ ભાવથી જે સાધુ છે, અથવા દ્રવ્યથી નહિ છતાં ભાવથી જે સાધુ છે,-એ બન્ને પ્રકારના ભાવસાધુને જ તે માન્ય કરે છે. અમુક પુરુષમાં કેટલે આત્મગુણ પ્રગટયો છે ? તે યોગમાર્ગે કેટલે આગળ વધ્યું છે? તે કેવી ગદશામાં વતે છે? તેનું ગુણસ્થાન કેવું છે? તેની અંદરની મુંડ (કષાયમુંડનરૂ૫) મુંડાઈ છે કે નહિ ? તેને આત્મા પરમાથે સાધુ “મુનિ' બન્યું છે કે નહિં? ઈત્યાદિ તે તપાસી જુએ છે. કારણ કે તેના લક્ષણનું તેને બરાબર ભાન છે તે જાણે છે x" भावो हि पढमलिंग ण दवलिंग च जाण परमत्थं । મા શારામૂ મુળતા નિબr fધતિ ” ઇત્યાદિ –શ્રી કુંદકુંદાચાર્યજીકૃત ભાવપ્રાકૃત " तत्र बाला रतो लिंगे वृत्तान्वेषी तु मध्यमः । पंडितः सर्वयत्नेन शास्त्रतत्त्वं परीक्षते । गृहत्यागादिक लिंग बाह्य शुद्धि विना वृथा । न भेषजं विनारोग्यं वैद्यवेषेण रोगिणः॥" -શ્રી યશોવિજયજીકૃત હા દ્વાઘ
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy