SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧૪) ગદષ્ટિસમુચ્ચય કેઈ નોકર હોય તે શેઠની આજ્ઞા ન પાળે, ને કહે કે હું તેને સેવક આજ્ઞારાધન છું, એ કેમ બને ? આ તે “ચાકર તેરા, કહ્યા નહિં કરું” એના સેવા દેહલી જે ઘાટ થયે ! સાચો સેવક હોય, તે તે ખડે પગે શેઠની સેવામાં– ખીજમતમાં હાજર રહી, તેની આજ્ઞા કદી ઉત્થાપે નહિં. તેમ સાચે ભક્ત સેવક પણ પ્રભુની આજ્ઞાનું પાલન કરવા સદા તત્પર રહે છે; ને અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અસંગતા, ગુરુભક્તિ, તપ, જ્ઞાન એ સત્પુથી પ્રભુની પૂજા કરે છે. “સારી વિધિ સેવા સારતાં, આણ ન કાંઈ ભાંજે; હુકમ હાજર ખીજમતી કરતાં, સહેજે નાથ નિવાજે.”—શ્રી દેવચંદ્રજી બાકી મુગ્ધ ભેળા જન તે એમ માને છે કે પ્રભુની સેવા સહેલી છે, સેહલી છે, સુગમ છે. “જે જે, જે જે કર્યા કે ટીલા ટપકાં કે ચાંદલા કર્યા, કે નૈવેદ્ય ભોગ ધર્યા એટલે બસ પત્યું ! પ્રભુ પ્રસન્ન ! પણ પ્રભુ કાંઈ એવા ભેળા નથી, ને એની સેવા પણ એવી હેલી નથી, સેહલી નથી, ઘણું જ દેહલી છે. કારણ કે મુગધ સુગમ કરી સેવન આદરે, સેવન અગમ અનૂપ; દેજે કદાચિત સેવક યાચના, આનંદઘન રસરૂપ..સંભવ–શ્રી આનંદઘનજી “શિવગતિ જિનવર દેવ, સેવ આ દેહલી હો લાલ, પર પરિણતિ પરિત્યાગ કરે, તસુ સેહલી હો લાલ૦ આશ્રવ સર્વ નિવારી, જેહ સંવર ધરે હો લાલ, જે જિન આણુ લીન, પીન સેવન કરે છે લાલ.૦–શ્રી દેવચંદ્રજી આવી આ ભગવંતની ભક્તિ-ઉપાસના એ સૌથી મોટી વસ્તુ છે, એટલા માટે ભક્તિને અપૂર્વ મહિમા સર્વ ધર્મોમાં ઘણો ગાવામાં આવ્યો છે. ગીતામાં કહ્યું છે કે-“સર્વ યેગીઓમાં પણ મને પામેલા-મહારામાં રહેલા અંતરાત્માથી જે શ્રદ્ધાવાનું મને ભજે છે, તે મહારે મન યુક્તતમ છે.” અને પરમ ધમ ધુરંધર ન્યાયાચાર્ય શ્રીમાન યશોવિજયજીએ તે એટલે સુધી કહ્યું છે કે:-“મેં શાસ્ત્રસમુદ્રનુંxx અવગાહન કર્યું, તેમાંથી મને આટલે જ સાર મળે છે કે–ભગવંતની ભક્તિ એ જ પરમાનંદ સંપદાઓનું બીજ છે.” * “જિનામપિ તેવાં મદતેનાત્તરામના શ્રદ્ધાવાન માને છે માં ત ચુતમે મતઃ ”—ગીતા, xx “સામેતમા શ્રતા ઘેરવાનાત્તા માિવતી વ પરમાનં વાન્ - શ્રી યશોવિજ્યજીકૃત દ્વા દ્વારા
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy