SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ મિત્રા દષ્ટિ : શુદ્ધ પ્રભુભક્તિ (૧૧૧) વિવેચન જિનવર શુદ્ધ પ્રણામો રે”—શ્રી ગ0 સઝાય રાગ-દ્વેષ-મેહ વગેરે અંતરંગ વૈરીઓને જેણે સર્વથા જય કર્યો છે, એવા વીતરાગ જિન ભગવંત, સર્વ જગતુની પૂજાના પરમપાત્ર–પરમપૂજનીય “અહ”ત છે એવા જિના ભગવંત પ્રત્યે કુશલ એટલે શુભભાવસંપન્ન ચિત્ત રાખવું, લેશ પણ દ્રષ-અરોચક ભાવ રાખ્યા વિના અંતરંગ પ્રીતિ–ભક્તિ આદિ ધારણ કરવા, ચિત્તપ્રસન્નતાથી તેમની ભક્તિ આરાધનાસેવના-ઉપાસના કરવી –એ ઉત્તમ યોગબીજ છે. જેમકે “ઉપાસના જિન ચરણની, અતિશય ભક્તિ સહિત.” “પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદ સુઉર બસે.”—શ્રીમદ્ રાજચંદ્રજી ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે, ઓર ન ચાહું રે કંત; રીઝયો સાહિબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ અનંત. ચિત્ત પ્રસન્ન રે પૂજન ફલ કહ્યું રે, પૂજા અખંડિત એક કપટ રહિત થઈ આતમ અરપણું રે, આનંદઘન પદ રેહ.”–શ્રી આનંદઘનજી અજિત જિર્ણદ શું પ્રીતડી, મને ન ગમે તે બીજાને સંગ કે માલતી ફૂલે મોહિઓ, કિમ બેસે હો બાવળ તરુ ભંગ કે.” “શ્રી શીતલ જિન ભેટિએ, કરી ભક્ત ચકખું ચિત હે; તેહશું કહો છાનું કહ્યું, જેહને ઍપ્યા તન મન વિત્ત હ.”—શ્રી યશોવિજયજી “પ્રીતિ અનંતી પરથકી, જે તડે તે જેડે એહ; પરમ પુરુષથી રાગતા, એકત્વતા હો દાખી ગુણગેહ... 2ષભ જિર્ણોદ શું પ્રીતડી.”–શ્રી દેવચંદ્રજી અને તેવા ઉત્તમ ભક્તિભાવભર્યા મનની પ્રેરણાને લીધે, જિનેને નમસ્કાર હે, સપુરુષને નમસ્કાર હે, “નમો અરિહંતા “નમો નિખાળ નિમવાળ” –એવા જે સહજ સ્વાભાવિક વચને દુગાર નીકળી પડે તે પણ ગબીજ સૂચવે છે. અને કાયાએ કરીને પંચાંગ મન વચન કાયા- પ્રણિપાત, સાષ્ટાંગ દંડવત્ , દ્વાદશાવતી વંદન વગેરે જે ભક્તિભાવ સૂચથી સંશુદ્ધભકિત વનારા વંદનપ્રકારો છે, તે ગબીજ છે, કારણ કે તે અંતરંગ ભક્તિના બાહ્ય આવિષ્કારો-સૂચને છે. આ પ્રણામ વગેરે “સંશુદ્ધ હોય તે જ ગબીજ છે. અસંશુદ્ધને અહીં સ્થાન નથી, કારણ કે તે તે સામાન્યથી યથાપ્રવૃત્તિકરણને ભેદરૂપ હોઈ, તેને ગબીજ પણું ઘટતું નથી. આમ (૧) મનથી જિન પ્રત્યે શુભ ભક્તિભાવવાળું સંશુદ્ધ ચિત્ત, (૨) વચનથી તેમને નમસ્કાર, (૩) અને કાયાથી શુદ્ધ પ્રણામ વગેરે એ અનુત્તમ-સર્વોત્કૃષ્ટ ગબીજ છે. આને સર્વમાં પ્રધાન-ઉત્કૃષ્ટ કહેવાનું કારણ એ છે કેજેના પ્રત્યે તે ભક્તિ-નમસ્કાર આદિ કરાય છે, તે જિન અહંત સર્વ જગતુમાં પરમ પ્રધાન
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy