SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ આઠ યોગદષ્ટિનું સામાન્ય કથન (૭૭) “આલંબન સાધન જે ત્યાગે, પરપરિણતિને ભાગે રે; અક્ષય દર્શન જ્ઞાન વૈરાગે, આનંદઘન પ્રભુ જાગે રે.....વીરજીને ચરણે લાગું” – ગિરાજ આનંદઘનજી ૩. પરેપકરિપણું યથાભવ્યત્વ પ્રમાણે-આ પરમ સત્પુરુષ, પરમ સદ્ગુરુ, પરમકૃપાળુ દેવ પછી પોતાના કર્મ ઉદય પ્રમાણે, નિષ્કારણ કરુણાથી જગતજીને શુદ્ધ કલ્યાણમાર્ગને ઉપદેશ કરી, તેમના પર પરમ અનુગ્રહ-ઉપકાર કરે છે. આ પરમ ગીશ્વરરૂપ મહામે પરમાર્થ બધામૃતની વૃષ્ટિ કરી, જગત્માં પરમાનંદરૂપ સુભિક્ષ-સુકાળ પ્રવર્તાવે છે. “કમ ઉદય જિનરાજનો, ભવિજન ધર્મ સહાય રે...બહુ નિણંદ દયામયી. પ્રભુ દરિસણ મહામહ, તણે પરવેશમેં રે; પરમાનંદ સુભિક્ષ, થયા મુજ દેશમે રે...શ્રી નમિ ” શ્રી દેવચંદ્રજી અત્રે યથાભવ્યત્વ પ્રમાણે એટલે જેવું જેવું પોતાનું ભવ્યત્વ છે-હોવા ગ્યપણું છે, પૂર્વ પ્રારબ્ધજન્ય શેષ કમનું ભેગવવાપણું વગેરે છે, તે યથાયોગ્યપણે ભોગવીને ક્ષીણ કરે છે. જેમકે-શ્રી તીર્થકર ભગવાન, ગણધર દેવ, મુંડકેવલી ભગવાન વગેરે. અવંધ્ય સતક્રિયા-અત્રે પહેલાંની જેમ જ શુદ્ધ આત્માનુચરણરૂપ – આત્મચારિત્રરૂપ અવધ્ય કિયા હોય છે, અમેઘ-અચૂક મેક્ષફલદાયી ક્રિયા હોય છે. અને આમ આ યોગિરાજરાજેશ્વર ક્ષીણદોષ સર્વજ્ઞ મહામુનિ સર્વ લબ્ધિ ફલ ભેગીજી, પર ઉપગાર કરી શિવસુખ તે, પામે ત્યાગ અગીજી; સર્વ શત્રુક્ષય સર્વ વ્યાધિલય, પૂરણ સર્વ સમીઠાજી, સર્વ અરથ વેગે સુખ તેહથી, અનંતગુણ નિરી હાજી.”શ્રી ગઢ સઝાય આમ આ આઠ દષ્ટિને યથાગ્ય ઉપમા આપી, શાસ્ત્રકાર મહર્ષિએ ઘોડા શબ્દોમાં ઘણું રહસ્ય ચમત્કારિક રીતે બતાવી દીધું. અને તે થોડા શબ્દો પણ પરમ અર્થગંભીર હોવાથી, તેની સ્પષ્ટ સમજણ પડવા માટે સંક્ષેપથી આટલું વિવેચન કર્યું. આ ઉપરથી આ દષ્ટિઓને સામાન્યપણે કંઇક ખ્યાલ આવી શકશે. વિશેષ વિસ્તારથી તે પ્રત્યેક દષ્ટિનું સ્વરૂપ આગળ ઉપર કહેશે ત્યારે બરાબર સમજવામાં આવી જશે. આમ સામાન્યથી આ આઠ દૃષ્ટિ સદ્દષ્ટિવાળા યેગીને હોય છે.
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy