SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ યથાપ્રવૃત્તકરણ આદિ (૪૭) તે પ્રયત્ન કામ આવે નહિં. જેમ યુદ્ધમાં મજબૂત કિલ્લો સર કરવા માટે બળવાન શસ્ત્રથી ભારી હલે ( Mass attack ) કરવો પડે છે, તેમ ગ્રંથિરૂપ દુર્ભેદ્ય દુર્ગને જીતવા માટે અપૂર્વ આત્મપુરુષાર્થરૂપ ભાવ-વજને જોરદાર હલ્લો લઈ જવો જ જોઈએ. નહિ તે તેમાં નિષ્ફળતા જ મળે છે, અર્થાત્ ગ્રંથિ આગળથી “પીછેહઠ ( Retreat) કરવી પડે છે. ગ્રંથિ પહેલે ગુણસ્થાનકે છે, તેનું ભેદન કરી આગળ વધી ચોથા સુધી સંસારી છે. પહોંચ્યા નથી. કેઈ જીવ નિર્જરા કરવાથી ઊંચા ભાવે આવતાં, પહેલામાંથી નીકળવા વિચાર કરી, ગ્રંથિભેદની નજીક આવે છે. ત્યાં આગળ ગાંઠનું એટલું બધું તેના ઉપર જોર થાય છે કે ગ્રંથિભેદ કરવામાં શિથિલ થઈ જઈ અટકી પડે છેઅને એ પ્રમાણે મેળ થઈ પાછો વળે છે. આ પ્રમાણે ગ્રંથિભેદ નજીક અને તીવાર આવી જીવ પાછો ફર્યો છે. કેઈ જીવ પ્રબલ પુરુષાર્થ કરી નિમિત્ત કારણો જેગ પામી કડી કરી ગ્રંથિભેદ કરી, આગળ વધી આવે છે, અને જ્યારે ગ્રંથિભેદ કરી આગળ વધ્યું કે ચેથામાં આવે છે, અને ચેથામાં આવ્યો કે વહેલે મોડો મેક્ષ થશે, એવી તે જીવને છાપ મળે છે.” -શ્રીમદ્ રાજચંદ્ર પણ જીવ જ્યારે છેલ્લા પુદગલાવમાં વર્તતો હોય છે, ને તેમાં પણ ભાવમલની અત્યંત ક્ષીણતા થાય છે ત્યારે ભવ્ય જીવને છેલ્લું યથાપ્રવૃત્તકરણ પ્રાપ્ત થાય છે, અને તે ગ્રંથિભેદની અત્યંત નિકટ આવે છે. એટલે પછી તેને અપૂર્વ આત્મઅપૂર્વકરણ ભાવને ઉલ્લાસ થતાં, અપૂર્વ આત્મપુરુષાર્થની ફુરણાથી અપૂર્વકરણને અનિવૃત્તિકરણ અનિવૃત્તિકરણની પ્રાપ્તિ થાય છે અપૂર્વકરણ. એટલે અનાદિકાળમાં પૂર્વે કદી પણ પ્રાપ્ત થયેલ નથી એ અપૂર્વ આત્મપરિણામ અને સમ્યકત્વની પ્રાપ્તિ કરાવ્યા વિના રહે નહિં-નિવર્સે નહિં, તે અનિવૃત્તિકરણ, અપૂર્વકરણથી ગ્રંથિભેદ થાય છે અને અનિવૃત્તિકરણથી સમ્યક્ત્વ થાય છે. તેમાં જ્યાં સુધી ગ્રંથિ છે, યંસુધી યથાપ્રવૃત્તકરણ છે, ગ્રંથિ છેદતાં-ઉલ્લંઘતાં અપૂર્વકરણ છે, અને ગ્રંથિભેદ કરીને જીવ સમ્યકૂવને સન્મુખ થાય ત્યારે અનિવૃત્તિકરણ છે. (ગાથા-૨). આ ગ્રંથિ એટલે અત્યંત દુર્ભેદ્ય-ભેદની ઘણી કઠણ એવી ગાંઠ. કર્કશ, ઘન, રૂઢ ને ગૂઢ એવી વાંસની ગાંઠ જેમ ભેદવી મુશ્કેલ હોય છે, તેમ જવની આ ગાઢ રાગ-દ્વેષ પરિણામરૂપ ગાંઠ જેવી ઘણી દુષ્કર છે. (ગાથા-૩). એટલા માટે જ તેને ભેદવા માટે જીવે અપૂર્વ આત્મપુરુષાર્થ કરવો આવશ્યક છે. આ સર્વ આ આકૃતિ ઉપરથી સમજાશે– આકૃતિ–૧ અપૂર્વકરણ ! યથાપ્રવૃત્તકરણ -> અનિવૃત્તિકરણ > સમ્યકત્વ ગ્રંથિભેદ
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy