SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ દીપ્રાદષ્ટિ: તત્ત્વશ્રવણ મધુ જલથી ગબીજ અંકુર (૨૪૭) આમ આગવી મિત્રા આદિ દષ્ટિએમાં જે ચોગ-બીજેનું ચિત્તભૂમિમાં પણ થયું હતું, તેને અત્રે અંકુરા ફુટે છે, અર્થાત્ તે પરિપષણથી વૃદ્ધિ પામે છે. એટલે પ્રભુભક્તિ- પરમાત્મા અહંત ભગવંત પ્રત્યેની ભક્તિ ઉત્તરોત્તર ગબીજ અધિક માત્રા પામતી જાય છે. આ ભક્તિ પ્રભુ પ્રત્યે પરમ ઉપાય અંકુર ભાવવાળી, અહારાદિ દશ સંજ્ઞાથી રહિત, અને ફલકામના વિનાની– નિષ્કામ એવી હોય છે. અને તે ભક્તિ કરનાર ભક્ત જોગીજનનું ચિત્ત અત્યંત ચેપ્યું હોય છે, સંશુદ્ધ-નિર્મલ હોય છે. આવી કુંઠિત ભક્તિથી મન એ જ વૈકુંઠ-સ્વર્ગ થઈ પડે છે, એમ યોગી જનેને અનુભવ કહે છે, અને એવા શુદ્ધચિત્ત યેગીજનો પરમ પ્રેમાવેશમાં પ્રભુને કહે છે કે-હે પ્રભુ! અમે તમને અમારા મન–ઘરમાં પધરાવશું એટલે તેની શોભા દેખીને તમે ત્યાં જ સ્થિર થઈ જશે ! મન ઘરમાં ધરિયા ઘર શોભા, દેખત નિત્ય રહેશે થિર ભા; સાહેબા વાસુ; મન વૈકુંઠ અકુંઠિત ભકતે, યોગી ભાખે અનુભવ યુકતે. સાહેબા વાસુ”શ્રી યશોવિજયજી. - સદૂગુરુભક્તિ-સન્માર્ગે ચઢાવનાર શ્રીમદ્ સદ્દગુરુ ભગવાન પ્રત્યે અત્રે અત્યંત ભક્તિ ઉલસે છે; ભાવગી એવા ભાવાચાર્યાદિ પ્રત્યે પરમાદર યુક્ત વિનય–બહુમાન હોય છે. અને તે પરમ ઉપકારી પ્રત્યે નિષ્કામ એવા શુદ્ધ આશયથી ભક્તજન વિધિ પ્રમાણે યથાશક્તિ વૈયાવચ્ચ–સેવા કરે છે. તન-મન-ધનથી તેની ઉપાસનામાં તત્પર રહે છે. સતશાસ્ત્રભક્તિ-પરમ ઉપકારી એવા સન્માર્ગદર્શક સદાગમ પ્રત્યે અધિકાધિક ભક્તિ સહુરતી જાય છે. સત્ શ્રુતન લેખન-પૂજન-દાન–ચિંતન–ભાવન–સ્વાધ્યાય આદિ પરમ ગૌરવબહુમાન યુક્તપણે અત્ર કરાય છે. જિનભક્તિ આદિ પરમ ગબીજ પ્રત્યે અત્રે પરમ ઉપાદેય ભાવ પ્રગટે છે. તેમજ ભવ વૈરાગ્ય-સંસાર પ્રત્યે તેના સ્વરૂપદર્શનથી ઉપજતો સહજ વૈરાગ્ય અત્ર બળવત્તર બને છે, જન્મ-મરણાદિ દુ:ખથી દુઃખમય એવા સંસાર પ્રત્યે અત્યંત ઉગ ઉપજે છે. ઇત્યાદિ ગબીજ અત્રે પરિપષણ પામી ગ–અંકુરપણાને પામે છે. આને જ ભાવાર્થ કહે क्षाराम्भस्तुल्य इह च भवयोगाऽखिलो मतः । मधुरोदकयोगेन समा तत्वश्रुतिस्तथा ॥ ६२ ॥ વૃત્તિ –ારા+મરતુન્ય ર ર માયોપોડ િમત્તા અને અહીં સમસ્ત સંસારગ ખારા પાણી બરાબર માનવામાં આવ્યો છે,–અતત્ત્વશ્રવણરૂપ પણ (તેમજ છે) મધુરોન સમા તત્વતિeતથા -તથા મધુર જલના યોગ સમાન તત્ત્વશ્રુતિ (તત્વશ્રવણુ) માનેલ છે, તેના અંગાણુથી તત્ત્વશ્રતિ પણ (તેમજ છે).
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy