________________
ભાગ પહેલે
લેવા માટે બોરની જડે નાંખી ઉકાળેલું પાણી કામમાં લેવું, આજ પાણીનો શેક પણ વધારે બળતરામાં કરવો હિતકર છે. આ પ્રયોગમાં જરા બળતરા થાય છે એટલે રોગી શક્તિશાળી
હોય તો જ ઉપગ કરો. ૧૧. અપામાર્ગનું મૂલ યા છોલ ગર્દભમૂત્રથી લેપ કરવાથી મસ્સામાં લાભ થાય છે. ૧૨. ગંધક, હિંગૂલ, કૃષ્ણજીરક સેવા ભૃગરાજ, કનકપત્ર, વિજ્યા સર્વ એકત્ર કર વિજ્યાની ભાવના
૩ આપે, પછી ઘી ગાયનું મેળવી ૧-૨ ટંકની નિત્ય ધૂણી ધે, ૧૫ દિવસમાં અચૂક લાભ થશે. ૧૩. કિરમાલાનું મૂળ છાછ સાથે ૨૧ દિવસ પીવું. ૧૪. સૂરણ અને ગોળ ૨-૨ તોલા નિત્ય કૂટીને સેવન કરી થોડીવાર પછી ભેંસનું દૂધ પીવું. ગરમ A કરતી વેળા દૂધમાં એક ભલાતક નાંખવું. ૧૫. વાસાત્વફ, નખત્વ, કિરાયતો, ઈન્દ્રજ, સીંધવ, દારુ હલદ, મધ સાથે ખરલ કરી ૧-૧
તલાના માદક બનાવી ૧૪ દિવસ સેવન કરવા. ૧૬. રાતા અગથિઓને વિધિવત શનિવારે નિમંત્રી રવિવારે લાવી કટિ પ્રદેશમાં બાંધવાથી પણ દરેક
જાતની બબાસિરમાં લાભ થાય છે. ૧૭. ચિત્રક, શેર, ભાંગરો, અપય, ફૂઠ, સેંધવ, સંચલ, પંચલૂણ, બમણું તૈલ, ચાર ગણું ગૌમૂત્ર
નાંખી અગ્નિપર ચઢાવે, તૈલાવશેષ ઉતારી મસ્સા પર લગાડે, ઝરી પડશે. આ તૈલ કેઢ. ગજચમ
વગેરે પર અજમાવેલ છે. સારું કામ કરે છે. ૧૮. સૂરણ ૪ સેર સેંધવ ૧ સેર, નાના કટકા કરી હાંડલામાં ભરી ગજપુટમાં કૂ કે, સ્વાંગશીતલ થયે
ચૂર્ણમાં આ વસ્તુઓ મેળવે.
| ત્રિફલા, ત્રિગડુ, ચવિક, હીંગ, ચિત્રક, પીપરામૂલ, વચ, કુલિંજણ અજ, અજમોદ, પંચલવણ, કઠુ દેવદાર, જીરું, તજ, અમલત, લવિંગ, ધાણા, સંતરીક, દાડમસાર, જાયફળ, જાવંત્રી, એલચી, કપૂર બધાં મળીને ૩૨ નું વજન લેવું, અનન્તર લીંબૂ , જોગડ, આદુ, ભાંગરે, નાગરવેલના પાનના રસની ૩-૩ ભાવતા આપવી, પછી ૪ રતિ ચૂર્ણ નિત્ય સેવન કરવાથી
સુધા પ્રદીપ્ત થશે. બઆસિર દરેક જાતથી આ ચૂર્ણથી સદાને માટે મટે છે. ૧૯. અર્કપત્રની થેર સ્નદી દુધથી ટીકડી કરી બાંધવાથી મટે છે. ૨૦. લાંગુલી ઘસી લેપ કરવાથી પણ મસ્સા મટે છે. ૨૧. ભાંગ અને થરની ધૂણી પણ હિતકર છે. ૨૨. કડવી તુંબડીને ગર્ભ કાંજીથી લેપ કરવાથી પણ બબાસિર મટે છે. ૨૩. ગળો ૧ ટંક, મુક્તા–શુક્તા ભસ્મ (મૂળાના રસમાં બનાવેલ) ૧ ટંક સેવન કરવાથી મસ્સા મટે છે. ૨૪. ટૂંકરલાના ફૂલની ધૂણી દેવી, મસ્સામાં લાભ લશે. ૨૫. મસ્સાની બળતરા પર ગધેડાનું તાજું લી બાંધવું હિતકર છે.
અગ્નિ દગ્ધોપચાર ૧. બળ્યા પર સેનાગે પાણીથી ઘસી લેપ કર. ૨. અસાલિયો તૈલ સાથે દગ્ધસ્થાને ચોપડવો.