SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ YO જ્ઞાની પુરુષ (ભાગ-૨) (બનાવી) છે. તમને જે ભેગું થાય છે, એના તમે પોતે જ ક્રિએટર (બનાવનાર) છો.” એટલે “મારા હાથમાં છે સ્ત્રીનું ? મારા હાથમાં શાથી ? મારી સત્તામાં છે ?” ત્યારે કહે, “પુણ્ય તમારું જ વપરાવાનું છે. તે તમારું આટલું પુણ્ય છે. તમારે જેમાં જેમાં વાપરવાનું હોય એ નક્કી કરી નાખો.” “બોલો, સ્ત્રી જોઈશે ?” ત્યારે કહે, “એ તો જોઈશે.” “તો કેવી જોઈશે ? ગમે એવી ચાલશે ?” “ના, ગમે એવી નહીં ચાલે, રૂપાળી જોઈશે.” જો એમાં વધારે ટકા ગયા. રૂપાળી કહ્યું ને, શરત કરીને એટલે એમાં પુણ્યના વધારે ટકા ગયા. પછી “હાઈ લેવલના (ઊંચા સ્તરના) કુટુંબની જોઈએ ? તો કહે, “ના ભઈ, હાઈ લેવલના કુટુંબની તો પછી બહુ હોશિયાર થઈ ગયેલી હોય ને, તો મને હઉ દબડાવે. હું તો ભલો-ભોળો માણસ.” એ લોકો મને ભગવાન જેવા માનતા હોય ત્યાં પૈણવાનું એટલે ત્યાં પૈણ્યો. હું શું કહેતો હતો કે મારે ડેવલપ્ત સ્ત્રી નહીં જોઈએ. ડેવલપ હું કરી દઈશ. મને અનુકૂળ આવે એવી સ્ત્રી જોઈએ. મારે ડેવલપ્ત એટલે હાઈ કુટુંબની નહીં જોઈએ અને પણ બન્યું એવું પછી. જેવું ટેન્ડર ભરેલું, તે પ્રમાણે જ હીરાબા હીરાબા આવ્યા, ગમ્યા, ડિઝાઈન (યોજના) પ્રમાણે મને મળ્યા. ગ્રેજ્યુએટ (સ્નાતક) થયેલી જોઈએ ?' મેં કહ્યું, “ના, બા. ઓછામાં ઓછું ગુજરાતી આવડવું જોઈએ, બીજું કશું નહીં. હું જ મેટ્રિક ફેલ (નાપાસ) થવાનો છું ને !” એટલે મેં ગયા અવતારે નક્કી કરેલું કે સ્ત્રી ઘરમાં કેવી હોવી જોઈએ ? ત્યારે કહે, “નિર્દોષ હોવી જોઈએ. જરા ભણતર ઓછું હશે તો ચાલશે ?” ત્યારે કહે, “બહુ સારી રીતે. થોડુંક ગુજરાતી આવડે ને, બહુ થઈ ગયું.” અને “ડિઝાઈન-બિઝાઈન બધી કેવી જોઈએ ? છ ગામની ચાલશે કે નાના ગામમાં પણ ચાલશે ?” તો “અમારે “એની છેર (ગમે ત્યાં) ચાલશે. પણ બહુ આબરૂદારની છોકરી નહીં જોઈએ
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy