SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૧] હીરાબાના અંતિમ દિવસોમાં... દુઃખે તો હસવું શી રીતે આવે ? દાદાશ્રી : આજે દુ:ખ્યું'તું ? હીરાબા : આ દુ:ખે છે ને ! દાદાશ્રી : એમ ? હીરાબા : નહીં તોય શું થાય તે ? ભાંગ્યું એટલે... દાદાશ્રી : તો આ હસવું શી રીતે આવે બળ્યું ? હીરાબા : હસવું તો આવે જ ને ! દાદાશ્રી : દુ:ખે જુદું ને હસવું એ બે જુદું ? હીરાબા : હા, એ તો આવેય ખરું. દાદાશ્રી : એમ ! ૩૫૩ સહુનું સારું થજો હીરાબા : કોઈનું બૂરું ના કહેવાય એ. સહુનું સારું થજો એવું કહું. દાદાશ્રી : તે કેટલો વખત બોલો છો ? હીરાબા : બે-ત્રણ વખત. દાદાશ્રી : બે-ત્રણ વખત બોલો છો, સહુનું સારું થજો ? હીરાબા : હાસ્તો. દાદાશ્રી : તમારે તો કોઈ દુશ્મન જ નહીં ને ? હીરાબા ના રે, મારે દુશ્મન શાનો ? દાદાશ્રી : કોઈ દુશ્મન-બુશ્મન નહીં ? ના ફાવતું હોય એવું નહીં ને ? બધાય જોડે ફાવતું ? હીરાબા : હા.
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy