SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૦] દાદા ભોળા, હીરાબામાં કપટ ? ૨૧૯ હીરાબા : આવડે ખરું, બધું આવડે. મારા બાના કરતાય પાકી હું તો ! દાદાશ્રી : કોણે પકાવ્યા પણ તમને આવા બધા ? હીરાબા : કોણે તે વળી, એની મેળે. દાદાશ્રી : અમે તો બે ભઈ ભોળા. રાજેશ્રી સ્વભાવના માણસ અને આયે પાકા ને પેલાય (દિવાળીબાય) પાકા. હીરાબા : પણ પક્કાઈ એમના મહીં વધારે, મારા મહીં બહુ નહીં. દાદાશ્રી : ના, એ તો કપટ બધું. તમારામાં કપટ ઓછું. મેં એક દહાડો કહ્યું, ‘તમારામાં કપટ નથી.' ત્યારે કહે, ‘તમે જાણતા નથી મારામાં કેટલું કપટ છે તે ? થોડુંઘણું મારામાંય ખરું, તમે એવું માનશો નહીં.’ મેં જાણ્યું, બિલકુલ કપટ નહીં હોય એમનામાં, બ્રહ્મા જેવા હશે. હીરાબા : હોવે, બ્રહ્મા જેવા. દાદાશ્રી : ત્યારે કહે છે, ‘હોવે, થોડુંક થોડુંક તો રહે અમારી પાસે.’ હીરાબા : થોડુંઘણું તો રહે જ સ્તો. નીરુમા : શું રહે, બા ? હીરાબા : કપટ. દાદાશ્રી : ત્યારે છે ખરું ? પણ એ તમને શી રીતે ખબર પડે ? હીરાબા ખબર તો પડી જ જાય ને ! દાદાશ્રી : એમ ! હું જાણું કે બિલકુલ કપટ નહીં. ત્યારે કહે, આ થોડું ખરું અમારામાં. નથી એ માનશો નહીં.' હીરાબા : દાદાને કપટ નહીં એટલે આ બધાના કાઢે એવા છે ને ! એ વાતો ના કહેવાય દાદાશ્રી : શી શી બાબતમાં તમને કપટ કરતા આવડે ?
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy