SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ [૯] ફરી જઈને પણ ટાળ્યો મતભેદ જ્ઞાત પછી પણ પડ્યો મતભેદ, વેલ્ડિંગ કર્યું તુરત જ પ્રશ્નકર્તા : જ્ઞાન પહેલા બધા મતભેદ કાઢી નાખ્યા હતા, તો જ્ઞાન પછી તો સારો સુમેળ ને એકતા રહી હશે ને ? દાદાશ્રી : ના, જ્ઞાન થયા પછી પણ મારે એક ફેરો મતભેદ પડી ગયો હતો. વાત કહું તેની સાહેબ ? પ્રશ્નકર્તા: હા, કરો, કરો. દાદાશ્રી : તમને ગમતું હોય તો કરું આગળ. પ્રશ્નકર્તા: એટલા માટે તો બેઠા છીએ, દાદાની વાત સાંભળવા માટે તો બેઠા છીએ. દાદાશ્રી : એક વખત થયો, એમાં આબરૂ જાય ને, નકામું સંભળાવીને શું કરવાનું ? પ્રશ્નકર્તા : આબરૂ વધે એવું છે, દાદા. દાદાશ્રી : એમ ! જ્ઞાન થયા પછી પણ મતભેદ પડ્યો. હવે એ એક અજાયબી કહેવાય ને ! જ્ઞાન થતા પહેલા મતભેદ નહોતા, તે જ્ઞાન થયા પછી થયો.
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy