SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ [૭] પતિ-પત્ની બેઉના ડિવિઝન જુદા ૧૬૫ કૉન્સ્ટિટ્યૂશન (બંધારણ) જ બાંધેલું. એટલે છેલ્લા પચાસ વર્ષથી મતભેદ વગર રહી શક્યા અમે. એકેય મતભેદ નહીં આખા દહાડામાં. દાદાએ કર્યું ડિસાઈડ, હીરાબાએ કર્યું એક્સેપ્ટ પ્રશ્નકર્તા: દાદા, તમારે હીરાબા જોડે આગળથી ચર્ચા થયેલી કે આ તમારું ને આ મારું કામકાજ ? દાદાશ્રી : હા, એ બધું ડિસાઈડ (નક્કી) થઈ ગયેલું. પ્રશ્નકર્તા ઃ એ ડિસાઈડ તમે કરેલું કે હીરાબાએ કરેલું ? કે બન્નેએ ભેગા થઈને કરેલું ? દાદાશ્રી : ના, એ તો મેં જ કહી દીધું, એમણે એ એક્સેપ્ટ કરેલું. પ્રશ્નકર્તા ઃ એક્સેપ્ટ કર્યું ને ? દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : એક્સેપ્ટ ના કરે તો ? અહીંયા તો કોઈ એક્સેપ્ટ ના કરે. આ દુનિયામાં તો કોઈ એક્સેપ્ટ કરતું નથી. આપણે ડિવિઝન પાડી આપીએ, કે આ તારું કામ ને આ મારું. દાદાશ્રી : આ એમના કામમાં ફરી હાથ ઘાલીએ નહીં એટલે એને એક્સેપ્ટ થઈ જ જાય ને ! આપણે એમનામાં હાથ ઘાલીએ નહીં, એટલે જ્યારે એ આપણામાં હાથ ઘાલે એટલે આપણે કહીએ કે “અમે તમારામાં હાથ નથી ઘાલતા. તમે ના ઘાલો તો સારું કહેવાય.” એટલે પછી એ સમજી જાય ને ! હંમેશાં ભાઈઓ-ભાઈઓનું વહેંચણ થઈ ગયું હોય તોય ફરી ભાંજગડ ના થાય. હું હાથ ઘાલું ત્યારે એ ખોળે ને ? એટલે આપણે કંઈક વિચારી વિચારીને ધોરણ નક્કી કરવું કે આમાં હાથ ના ઘાલવો. હું પહેલેથી હાથ નહોતો ઘાલતો એમના ડિપાર્ટમેન્ટમાં, તો આપણા ડિપાર્ટમેન્ટમાં એ હાથ ના ઘાલે કે ભઈ, આ પગાર કેટલો મળ્યો ને તમે શેમાં નાખી દીધા, એવું તેવું !
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy