SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ જ્ઞાની પુરુષ (ભાગ-૨) હોય. જેના વ્યવહારમાં કંઈ પણ કચાશ હશે, તે મોક્ષને માટે પૂરો લાયક થયો ના ગણાય. વ્યવહાર જો કદી આદર્શ ના થાય તો મોક્ષમાં જાય જ કેવી રીતે ? પ્રશ્નકર્તા : હા, જાય જ કેવી રીતે ? બહુ સરસ વાત છે ! દાદાશ્રી : અને વ્યવહાર આદર્શ ના હોય એટલે એના આજુબાજુવાળાને પૂછીએ આપણે કે ભાઈ, આમનો વ્યવહાર કેવો છે ? ત્યારે કહે, “જવા દોને વાત ભાઈ.” જ્યારે અમારે ઘેર તો આ બધા બેઠા હોય ને હીરાબાય છે તે અહીં નમીને વિધિ કરવાના. એટલે અહીં તો કશું બીજું હોય જ નહીં ને ? પ્રશ્નકર્તા : ના, ના. દાદાશ્રી : અને કુટુંબીઓ હંમેશાં વિરોધી હોય, પણ આ એક જ કેસ એવો બન્યો છે કે કુટુંબવાળા બધા જ આમાં નમસ્કારમાં પડેલા. નહીં તો કુટુંબીઓ વિરોધી હોય હંમેશાં. ગામવાળા વિરોધી હોય, અને આ તો ગામમાં વિરોધ નહીં કોઈ જાતનો. કારણ કે આ જ્ઞાન જ એવા પ્રકારનું છે. પ્રશ્નકર્તા : બરાબર છે. દાદાશ્રી : ઘરના, સગાંવહાલાંય છે તે બધાય નમસ્કાર કરતા હોય એમને. શું કરતા હોય ? પ્રશ્નકર્તા : નમસ્કાર. દાદાશ્રી : વાઈફ તો નમસ્કાર ના કરે ને ? પ્રશ્નકર્તા : ના કરે. દાદાશ્રી : અમારે છે તે હીરાબા અહીં અડીને નમસ્કાર કરવાના. અજાયબી છે ને એય ! અજાયબી કહેવાય ને, નહીં ? આ અગિયારમું આશ્ચર્ય છે ! હું નહીં હોઉં ત્યારે છપાશે બધું. દસ આશ્ચર્ય મહાવીર ભગવાન સુધી થયા ને આ અગિયારમું આશ્ચર્ય છે !
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy