SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬ જ્ઞાની પુરુષ (ભાગ-૨) દાદાશ્રી : જુઓ ને, એય અજાયબી છે ને દુનિયાની ! એટલે આમ બીજા રૂપે આવે છે. એ તો આવ્યા જ કરવાના, ભટકવાના. પ્રશ્નકર્તા ઃ બરાબર છે. દાદાશ્રી : મારે તો આવા કેટલાય થયા હશે ને હુંય કેટલાનો થયો હોઈશ ! આ ક્યાં ભાંજગડ કરું ? પ્રશ્નકર્તા: એ તો થયા જ કરવાનું ને, દાદા ! એ તો ચાલુ જ રહેવાનું ને ! દાદાશ્રી : કંઈ લેવાય નહીં ને દેવાય નહીં, વગર કામના. ટાઢ વાય તો મારે આ ઓઢવું પડે. એ કાંઈ ઓઢીને સૂઈ ગયો હોય તો ચાલે મારે ? પ્રશ્નકર્તા : ના ચાલે. દાદાશ્રી : ત્યારે પછી એને શું સગાઈ તે ? પ્રશ્નકર્તા એટલે આ તમને એટ એ ટાઈમ (તત્ક્ષણ) આ બધા વિચારો આવે ને ? જાગૃતિમાં એવું દેખાય કે ટાઢ વાય તો મારે ઓઢવું પડે છે, ત્યારે એ શું કામનો ? તે પછી મમતા ક્યાં ઊભી રહે ? એના પર મોહ જ ના આવે. દાદાશ્રી : ના, એટલે મમતા ઊભી ના રહે. આ જ્ઞાન અમને પ્રગટ રહ્યા કરે, પ્રગટ ! પછી આને શું કરે ? આ વિષયો ખદબદ ખદબદ ખદબદ દેખાયા કરે. ગમે નહીં આ બધું. જ્ઞાની જેવા લક્ષણો પહેલેથી જ પ્રશ્નકર્તા : એ વખતે તમારું વર્તન જ્ઞાની જેવું જ હતું ને ? દાદાશ્રી : વર્તન જ્ઞાની જેવું જ બધું. ફક્ત ભાષા એવી કે નજીકના માણસોને હું બોલું એટલે આધાશીશી ચઢે. પ્રશ્નકર્તા : આધાશીશી ચઢે ?
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy