SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ પO જ્ઞાની પુરુષ (ભાગ-૨) અને આપણે વ્યવસ્થિત’ પર ના છોડી દેવાય. મરવાનું વ્યવસ્થિત પર ના છોડી દેવાય. આપણે નક્કી કરવાનું કે એ છો ડૉક્ટર કહે. ડૉક્ટર, એ જીવવાની જ છે.” તમારે ઠેઠ સુધી દવા પાવી, છેક છેલ્લે સુધી.. અને જ્યારે મરી જાય ત્યારે વ્યવસ્થિત’ કહેવું. પણ સુપરફ્યુઅસ, અંદર અડે નહીં, હાર્ટમાં અડે નહીં. હાર્ટમાં અડે એ માણસ નહીં. હાર્ટને ટચ ના થાય (હૃદયને અડે નહીં) એનું નામ સુપરફ્યુઅસ. મન-બુદ્ધિ બધાને ટચ થાય, પણ હાર્ટને ન ટચ થાય. પ્રશ્નકર્તા: બરોબર છે દાદા, વ્યવહારને ડિસ્ટર્બ (ખલેલ) ના કરાય. દાદાશ્રી : હા, અમારા ભઈ બોલતા'તા એવું નહોતો બોલતો હું. અમારા ભઈ તે વળી એવું બોલતા'તા, “છોકરાં ધાડે દેવા છે ?” તે પછી એમને છોકરું ના થયું. એમને છોકરું હતું ને એક, એ મરી ગયું. પછી થયું જ નહીં. બીજી પૈણ્યા તોય ના થયું. “ધાડે દેવાના', એવું કહે, તે ના જ થાય ને ? એવું તિરસ્કાર ના કરાય. આપણે ત્યાં જે આવે તે પધારે ત્યારે કહીએ, “આવો ભાઈ, બહુ સારું થયું બા.” એ કંઈ આપણા બાબા છે ? આ તો મનમાં માની બેસે ને ફૂલાયા કરે, બાબાનો બાપો ને હું ! હું વળી એનો બાપ કહેવાઉ.' તે બાપ ક્યાંથી થયો ? એ બાપ શી રીતે થયો, મૂઆ ? તો એ કોઈનો છોકરો ના હોય. બાપ થનારો માણસ છોકરો હોતો હશે કોઈનો ? પ્રશ્નકર્તા : છોકરો કેમ ના હોય, દાદા ? દાદાશ્રી તે આ છોકરો હતો ત્યારે તું બાપ થયો. મેર મૂઆ, આ આબરૂને શું કરવાની તે ? કાયમનો બાપ થવો જોઈએ. આપણા બાપા પાછા કહે, “આ અમારો છોકરો આવ્યો.” તે આપણે પેલાને કહીએ, અમારો છોકરો.” અરે, મેલ પૂળો એ આબરૂ કરતા ! એ કંઈ શોખ કરી નાખવા જેવી ચીજ છે, બાપા થવું એ ? વાત તો સમજવી પડે ને ? માંગતાનો હિસાબ હોય તો આવે મને તો પપ્પો થવાનું નથી ગમતું, બળ્યું ! હતો જ ને, પપ્પો.
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy