________________
(54)
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? અભિપ્રાય આપેલ છે. આ સાથે ઇસરો અને પી. આર. એલ.ના અગ્રણી નિવૃત્ત વિજ્ઞાની ડૉ. નરેન્દ્ર ભંડારીએ પણ સંપૂર્ણ પુસ્તક વાંચી તેમાં રહેલી વૈજ્ઞાનિક હકીકતો સંબંધી ક્ષતિઓ સુધારી આપી છે.
- પ્રો. નરેન્દ્ર ભંડારીએ એક ખાસ સૂચન એ કર્યું કે જેના ભૂગોળ શબ્દ યોગ્ય નથી, તેને બદલે Jain Model of Geography કહેવું જોઈએ. તેમની વાત યોગ્ય છે. પરંતુ સામાન્ય મનુષ્યની અપેક્ષાએ લોકબોલીમાં જૈન ભૂગોળ કહેવામાં કાંઈ અનુચિત નથી. Jain Model of Geography કહેવામાં શબ્દો ઘણા થઈ જાય એટલે ટૂંકમાં જૈન ભૂગોળ કહ્યું છે. વાસ્તવમાં તે બંનેમાં કોઈ તફાવત નથી. | તેમને અંગ્રેજી ફોરવર્ડ અને ટાટા ઇન્સ્ટિટ્યુટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચ એ ટૂંકી પણ મહત્ત્વપૂર્ણ ફોરવર્ડ લખી આપી છે. તો આધુનિક ભૂગોળ-ખગોળ ના નિષ્ણાત વર્લી, મુંબઈસ્થિત નહેરૂ પ્લેનેટોરિયમના નિવૃત્ત નિયામક અને ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટીના સ્થાપક ડૉ. જે. જે. રાવલે પણ સુંદર પ્રસ્તાવના લખી આપી છે તથા ડૉ.જિતેન્દ્ર બી. શાહ, અમદાવાદ, એ પણ બે બોલ લખી આપ્યા. તે બદલ તે સૌનો હું આભારી છું. પુસ્તક પ્રકાશનકર્તા સંસ્થા RISSIOSના વર્તમાન ટ્રસ્ટી, શ્રી સંજયભાઈ કોઠારી, ડૉ. જિતેન્દ્ર બી. શાહ, શ્રી પ્રવિણ એમ. શાહ તથા શ્રી દિનેશ કે. શાહ અને IJFના ભાઈશ્રી અને એ સાથે મારા શિષ્ય સ્થવિર મુનિશ્રી જિનકીર્તિવિજયજી જેમણે આ પુસ્તકનું પ્રુફ સુધાર્યું છે તેમનો તથા મુનિશ્રી વીરકીર્તિવિજયજીનો ઝણી છું. | પ્રાન્ત, આ પુસ્તક દ્વારા જૈન જૈનેતર સમાજને જૈન વિશ્વ સંરચના અંગેનું સમાધાન પ્રાપ્ત થાય અને સૌની શ્રદ્ધા દઢ થાય એ જ મંગલ કામના, શુભેચ્છા. તા. ૧૬, જાન્યુઆરી ર૦૧૯ વિજયનંદિઘોષસૂરિ શ્રી ચંદ્રપ્રભસ્વામી જૈન દેરાસર, કલા-કાન્તિ ભવન, વિલેપાર્લા (પશ્ચિમ),મુંબઈ-૪૦૦૦૧૬