________________
[52]
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? ડૉ. જીવરાજજીએ કરેલ ચિન્તનનો ટૂંક સાર નીચે પ્રમાણે છેઃ
૧. સમગ્ર બ્રહ્માંડમાં જીવ અને પુગલ એમ બે જ દ્રવ્ય છે. તથા આધુનિક વિજ્ઞાનની માન્યતા અનુસાર પુદ્ગલ દ્રવ્યની સાત અવસ્થા છે. આધુનિક વિજ્ઞાન પ્રમાણે ની સાત અવસ્થાઓ નીચે પ્રમાણે છે. ૧. ઠોસ અર્થાત્ ઘન, ૨. તરલ અર્થાત્ પ્રવાહી, ૩. વાયુ ૪. પ્લાઝમા, ૫. બોઝ-આઈન્સ્ટાઈન સંઘનિત અવસ્થા ૬. ફર્મિયોન-ડેરેક સંઘનિત અવસ્થા ૭. સ્ફટિક અવસ્થા. આ સિવાય પુગલ દ્રવ્ય પરમાણુ અવસ્થા તથા ઉર્જા અવસ્થામાં પણ મળે છે. આ બધી જ અવસ્થાનો જૈન દર્શન અનુસાર પુદ્ગલ દ્રવ્યના વિવિધ પર્યાયોમાં સમાવેશ થાય છે.
૨. બ્રહ્માંડમાં રહેલ સંપૂર્ણ પુદ્ગલ દ્રવ્યને ઉપર બતાવેલી સાતે ચ અવસ્થામાં રહેલ વિવિધ પ ર્યા યોને સંયુક્તપણે દર્શાવવામાં આવે તો આપણા આચાર્ય ભગવંતોએ દર્શાવેલ લોકના સ્વરૂપ જેવો જ આકાર બને છે. પદાર્થોની ભિન્ન ભિન્ન અવસ્થાઓમાં કયા કયા પ્રકારના જીવો રહી શકે છે, તેના આધારે અધોલોક, મધ્યલોક અને ઉર્ધ્વલોકનો આકાર અને ત્રસનાડી દર્શાવવામાં આવી છે. ડૉ. જીવરાજ જૈનનું કહેવું છે કે ઉપર બતાવેલ પદાર્થની સાતેય અવસ્થા દ્વારા ત્રણે લોકને સમજાવી શકાય તેમ છે. બ્રહ્માંડમાં ઉપલબ્ધ બધા જ પૌગલિક પદાર્થોને ઉપર કહ્યું તે પ્રમાણે અ, બ, ક શ્રેણિમાં વિભાજિત કરી દરેક શ્રેણિવાળા પદાર્થને એક સાથે મૂકીએ તો પ્રત્યેક શ્રેણિનો આકાર તેના કુલ લંબાઈ, પહોળાઈ અને જાડાઈ પ્રમાણે પ્રાપ્ત થાય છે. આ શ્રેણિનો પદાર્થ મધ્યલોકના આકારમાં, બ શ્રેણિનો પદાર્થ અધોલોકના આકારમાં અને ક શ્રેણિનો પદાર્થ ઉદ્ગલોકના સ્વરૂપમાં ગોઠવાઈ જાય છે. જે આગમમાં બતાવ્યા પ્રમાણે છે. આ વિષય અત્યંત જટિલ અને પ્રાય: ગાણિતિક હોવાના કારણે અને સામાન્ય લોકો માટે તે અગ્રાહ્ય, ન સમજાય તેવું હોવાથી પ્રસ્તુત પુસ્તકમાં તેનું વિશેષ વિવેચન કર્યું નથી. અને આ અંગે આગળ વધુ સંશોધન કરવાનું ચાલુ છે.