________________
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે?
(25) વિજ્ઞાને ઘણા બધા ક્ષેત્રે ઘણું બધું પ્રમાણિત કરી દીધું છે. એટલું જ નહિ, તેને એ સ્વરૂપે વ્યવહારમાં પ્રસ્થાપિત કરી દીધું છે. ભૂગોળ, ખગોળના વિષયમાં પણ આમ થયું છે. આથી જેન ચિંતકવર્ગે આ અભિગમનો સ્વીકાર કરી સમાવેશનની દિશામાં વિચારવાનો સમય પાકી ગયો છે. સદ્દભાગ્યે એ દિશામાં પ્રયત્નો શરૂ થઈ પણ ગયા છે. અનેક જૈન મહાનુભાવો વિજ્ઞાનના ક્ષેત્રે કામ કરી રહ્યા છે. ડૉ. જીવરાજ જૈન આવા એક નિવૃત્ત વિજ્ઞાની છે. જૈન શાસ્ત્રો અને જૈન જીવનપદ્ધતિના પ્રેમી પણ છે. ભૂગોળ અને ખગોળના વિષયમાં શાસ્ત્ર અને વિજ્ઞાન વચ્ચે દેખાતા વિસંવાદના ઉકેલ માટે તેમણે એક નવી ધારણા (Hypothesis) રજૂ કરી છે. જૈન સાહિત્યમાં મળતા દ્વીપ-સમુદ્ર-ખગોળ વગેરેનાં ચિત્રો દ્વારા લોકસ્વરૂપની જે માન્યતા ઊભી થઈ છે, તેને નવા દૃષ્ટિકોણ થી તેમણે તપાસી છે. તેમની ધારણા છે કે લોક સંબંધી એ ચિત્રો વસ્તુઓનાં વાસ્તવિક માપ કે સ્થાન દર્શાવતા માનચિત્રો નથી. પરંતુ એક સમાન વસ્તુઓને એકત્ર કરી સામૂહિક રૂપે રજૂ કરતા કોષ્ટક ચિત્રો છે. નકશા બનાવવા માટે બે પ્રકારની પરિપાટી હોય છે. Astral projection (AP) પદ્ધતિ તથા Statistical Method (SM) - માનચિત્ર અને ગાણિતિક કોષ્ટક ચિત્ર | પ્રતીક ચિત્ર. જૈન ભૂગોળ કે લોકસ્વરૂપના ચિત્રો પ્રતીક ચિત્ર પ્રકારનાં છે. જૈન પરંપરામાં આ પ્રકારના નકશા પ્રથમ થી છે, એ દર્શાવવાનો પ્રયાસ પણ તેમણે કર્યો છે.
અહીં આ બે પ્રકારના નકશાની વિગતમાં જવું નથી કારણ કે પ્રસ્તુત પુસ્તક આ જ વિષય ઉપર લખાયું છે. આચાર્યશ્રી નંદિઘોષસૂરિજી જૈન તત્વજ્ઞાનના સંનિષ્ઠ અભ્યાસી તો છે જ, વિજ્ઞાનને પણ એવી જ નિષ્ઠાથી સમજવાનો તેમણે પ્રયત્ન