________________
લોકની સાંખ્યિકી પદ્ધતિ અનુસાર વ્યાખ્યા
123
સ્વીકારવામાં કોઈ આપત્તિ જણાતી નથી. પણ આ પ્રકારના પુરાવા પ્રાપ્ત થાય ત્યાં સુધી આપણે કોઈ ચોક્કસ વિધાન કરી શકીએ નહિ.
તે રીતે આપણી આ નિહારિકા અર્થાત્ તારાવિશ્વમાં હિમવંત ક્ષેત્ર અન્ય માનવ-પૃથ્વી સ્વરૂપે આપણી વર્તમાન પૃથ્વીથી ગમે તે દિશામાં હોઈ શકે છે. આપણા વાંકાચૂકા કિનારાવાળા સમુદ્રો સામૂહિક રૂપે લવણ સમુદ્રનો ભૌમિતિક એક ભાગ બનાવે છે. જે તેના વિસ્તાર પ્રમાણે કદાચ ભરતક્ષેત્ર અર્થાત્ વર્તમાન પૃથ્વીથી બમણા વિસ્તારવાળો હોઈ શકે.
ભરતક્ષેત્રના ભૌમિતિક આકારને વર્તમાન પૃથ્વીના આકારની સાથે કોઈ સંબંધ નથી. ભરતક્ષેત્રના આકારને વાસ્તવિક આકાર માનવાની ભૂલ કરવી નહિ.
તે જ રીતે પર્વતો, નદીઓના સાંખ્યિકી પદ્ધતિના નામની સાથે સામ્યતા ધરાવતા વાસ્તવિક પર્વતો અને નદીઓના નામની સાથે તે તે આકાર અને સ્થાન તરીકે જોડવા નહિ. આ એક પ્રકારનો ભ્રમ છે.
૩. ગતિ : જંબૂદ્વીપ જેમ સ્થિર બતાવ્યો છે તેમ ભરતક્ષેત્ર પણ સ્થિર બતાવ્યું છે.
શાસ્ત્રીય વર્ણન અનુસાર ભરતક્ષેત્ર સ્થિર બતાવ્યું તે યોગ્ય જ છે. દરેક માનવ-પૃથ્વી સાંખ્યિકી પદ્ધતિમાં સ્થિર જ બતાવવામાં આવે છે અને તે અજુગતું નથી. તેનું કારણ સમૂહમાં દરેક પૃથ્વીની ગતિ ભિન્ન ભિન્ન હોવાથી તે દરેકની ભિન્ન ભિન્ન ગતિને બતાવવી શક્ય નથી. વળી માનવપૃથ્વીની ગતિને બતાવવાનું સાંખ્યિકી પદ્ધતિના