________________
'લોકની સાંખ્યિકી પદ્ધતિ અનુસાર વ્યાખ્યા
121 આવેલ છે અને દક્ષિણમાં લવણ સમુદ્ર આવેલ છે. (આ વર્ણન ભૌગોલિક સ્વરૂપમાં નથી.)
આ વર્ણન લોકના સાંખ્યિકી સ્વરૂપમાં શાસ્ત્રીય રીતે બરાબર છે અને સત્ય છે. પરંતુ તેની સમજ ભૌગોલિક નકશા સ્વરૂપે આપણે જે આપીએ છીએ તે આપણી અજ્ઞાનતા છે. જેને હવાઈપ્રક્ષેપણ અર્થાત્ સેટેલાઈટ વ્યુ કહે છે. તે સ્વરૂપે આ વર્ણન નથી, આ આપણી ભૂલ છે અને તે હવે સુધારવી જોઈએ. આની સમજ સાંખ્યિકી પદ્ધતિ દ્વારા જ આપવી જોઈએ. ભરતક્ષેત્ર આપણી ચિરપરિચિત વર્તમાન પૃથ્વીને પ્રસ્તુત કરે છે. અહીં ભરતક્ષેત્રના છ ખંડ વર્તમાન પૃથ્વીના છ મહાદ્વીપોને સંયુક્ત રીતે રજૂ કરે છે. આ મંતવ્ય ડૉ. જીવરાજ જૈનનું છે. તેની સાથે પરંપરાગત રીતે અભ્યાસ કરનાર વિદ્વાન સાધુઓ સંમત થતા નથી. સ્થાનકવાસી પરંપરાના શ્રી પ્રમોદ મુનિ આ અંગે પોતાનો અભિપ્રાય આપતા જણાવે છે કે જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ આગમના ત્રીજા વક્ષસ્કાર અર્થાત્ વિભાગમાં ભરત મહારાજાના છ ખંડના વિજયનું વર્ણન વાંચીએ અને તેના ઉપર વિચાર કરીએ તો છ ખંડમાં વર્તમાન પૃથ્વીનો એશિયા ખંડ પણ પૂરો આવતો નથી. અર્થાત્ માત્ર એશિયા ખંડનો અમુક ભાગ જ ભારત ખંડના છ ભાગમાં આવી જાય છે. આ અંગે બીજી દલીલ કરતાં તેઓ કહે છે કે ભરત મહારાજાના કાળમાં અર્થાત્ આદીશ્વર પરમાત્માના કાળમાં પણ ભારત દેશનો નકશો તેવો જ હતો જેવો આજે છે. વર્તમાન ગંગા નદી અને સિધુ નદીના મધ્ય ભાગને મધ્ય ખંડ માની લઈએ તો સિધુ નદીની પશ્ચિમમાં અરબસ્તાન વગેરે દેશો પશ્ચિમ તરફના એક ખંડ તરીકે અને