________________
જૈન લોકના ચિત્રની સાંખ્યિકી પદ્ધતિ દ્વારા વ્યાખ્યાની આવશ્યકતા 97 વિજ્ઞાનીઓને લોકના આ પ્રકારના સ્વરૂપ અંગે ચર્ચા કરી રહ્યા છે અને કાંઈક નવીન તથ્યો પ્રાપ્ત કરવા મથામણ કરે છે. અને વિજ્ઞાનીઓને લોકના આ પ્રકારના સ્વરૂપમાંથી ઘણા નવા નવા તથ્યો પ્રાપ્ત થવાની સંભાવના દેખાય છે. લોકની સાંખ્યિકી પદ્ધતિમાં વ્યાખ્યા કરવાથી પ્રાપ્ત અનન્ય તથ્ય :
તેમાંનું એક તથ્ય હું જ તમને બતાવું છું. વિજ્ઞાનીઓ અત્યારે બ્રહ્માંડમાં દ્રવ્ય અને પ્રતિદ્રવ્યની વાત કરે છે. તે જ રીતે વિશ્વ અને પ્રતિ-વિશ્વની પણ વાત કરે છે. આ જ વાત પરમાત્માએ અને આપણા પૂર્વના મહાન ઋષિઓએ લોકના નકશા દ્વારા બતાવી દીધી છે. આ વાત તમને કદાચ અતિશયોક્તિ લાગશે પરંતુ તે સત્ય છે. જંબુદ્વીપ, અઢી દ્વીપ, સમગ્ર તિચ્છલોક અને તેથી પણ આગળ વધીને સમગ્ર લોકના બે વિભાગ બતાવ્યા છે. એક દક્ષિણાર્ધ અને બીજો ઉત્તરાર્ધ. દક્ષિણ-લોકાર્ધના સ્વામી અર્થાત્ માલિક તરીકે સૌધર્મેન્દ્રને બતાવ્યા છે. જ્યારે ઉત્તર-લોકાર્ધના સ્વામી અર્થાત્ માલિક તરીકે ઈશાનેન્દ્રને બતાવ્યા છે. જો કે ભૌતિકશાસ્ત્રમાં તેનું કોઈ ખાસ મહત્ત્વ નથી પરંતુ જે બે વિભાગ બતાવ્યા તે મહત્ત્વના છે. બંને લોકાર્ધનું સ્વરૂપ એક સરખું જ છે. માત્ર તે ઉલ્ટી દિશાવાળું છે અર્થાત્ આપણે અરીસામાં આપણું જે પ્રતિબિંબ જોઈએ તેવું છે. આપણો જે જમણો ભાગ છે તે ત્યાં ડાબો ભાગ બને છે અને ડાબો ભાગ જમણો ભાગ બને છે. આપણી પૃથ્વી જે ભાગમાં છે તે આપણું સામાન્ય વિશ્વ છે. જ્યારે મેરૂ પર્વતની ઉત્તરે બતાવેલ ક્ષેત્ર તે પ્રતિવિશ્વ (Anti-universe) છે. અને એટલે જ ભરતક્ષેત્રની જે દિશા પૂર્વ છે તે ઐરવત ક્ષેત્રની પશ્ચિમ દિશા બને છે અને ભરતક્ષેત્રની જે પશ્ચિમ દિશા છે, તે એરવત ક્ષેત્રની પૂર્વ દિશા બને છે.