________________
જૈન બ્રહ્માંડ - લોક અને આધુનિક બ્રહ્માંડ
65
- पांच अनुचर
नव बैवेयक
अच्युतारण प्राणत आणत
वैमानिक देवलोक
सहसार
महाशुक
लांतक
माहेन्द्र
• सनद
ईशान
सौधर्म
ઉર્ધ્વ લોક : જ્યોતિષ્કચક્રની ઉપરથી ઉદ્ગલોકનો પ્રારંભ થાય છે. તેમાં એક રાજલોક ઉપર ગયા પછી દેવલોકનો પ્રારંભ થાય છે તેમાં પ્રથમ દેવલોક અને દ્વિતીય દેવલોક એક સમપંક્તિમાં આવેલ છે. તેની ઉપર ત્રીજો અને ચોથો દેવલોક સમપંક્તિમાં છે, તેની ઉપર અનુક્રમે એકની ઉપર એક એમ પાંચમો, છઠ્ઠો, સાતમો અને આઠમો દેવલોક છે, તેની ઉપર સમપંક્તિમાં નવમો અને દશમો દેવલોક છે, તેની ઉપર સમપંક્તિમાં અગિયારમો અને બારમો દેવલોક છે. તેની ઉપર એકની ઉપર એક એમ નવરૈવેયક દેવોના નિવાસસ્થાન છે. તેની ઉપર પાંચ અનુત્તર વિમાન ચાર પાંખડીવાળા કમળની સ્થિતિમાં છે. ઉદ્ગલોકમાં રહેતા દેવોની વિશિષ્ટતા જૈન દાર્શનિક ગ્રંથોમાં દર્શાવેલ છે. તે આ ગ્રંથમાં ઉપયોગી નહિ હોવાથી દર્શાવતા નથી. પાંચ અનુત્તર દેવોના વિમાનની ઉપર ૧ર યોજન ઊંચે સિદ્ધશીલા આવેલ છે, જ્યાં આઠ પ્રકારના કર્મથી મુક્ત થયેલ સિદ્ધના જીવોનું સ્થાન આ સિદ્ધશીલાની ઉપર લોકના અંતથી