________________
તો
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? વર્તમાન પૃથ્વી ઉપર કે બ્રહ્માંડમાં અન્યત્ર ક્યાંય પણ નજીકમાં તે પ્રમાણે હોવાની સંભાવના પણ નથી. જો તેવી સંભાવના હોત તો વર્તમાન વિજ્ઞાન તે માટે પણ પ્રયત્ન કરત. જેમ કે અત્યાર સુધી વિજ્ઞાન આત્માના અસ્તિત્વનો સ્વીકાર કરતું. નહોતું પરંતુ છેલ્લા કેટલાક વર્ષો થી વિશ્વના અગ્રણી વિજ્ઞાનીઓ આત્માના અસ્તિત્વનો સ્વીકાર કરે છે અને તેને ભૌતિકશાસ્ત્રની મદદથી શોધવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છે. આ જ કારણથી આપણે વિજ્ઞાનને ખોટું કહેવાનું છોડી આપણી ભૂગોળ-ખગોળને નવા સ્વરૂપે રજૂ કરવી જોઈએ. પરંતુ જંબુદ્વીપ કે અઢી દ્વીપ કે પછી ચૌદ રાજલોકના મોડેલો બનાવી આપણી જૈન ભૂગોળ-ખગોળને સત્ય સિદ્ધ કરવાનો કદાગ્રહ છોડવો જોઈએ. કારણ કે જૈન દર્શનનો એક મુખ્ય સિદ્ધાંત અનેકાન્તવાદ પણ છે. જગતના કોઈપણ પદાર્થનું નિરૂપણ અનેક પ્રકારે થઈ શકે છે. તો બ્રહ્માંડનું સ્વરૂપ દર્શાવવા શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી કે પ્રાચીન કાળના મહાન આચાર્ય ભગવંતોએ તે દેશ અને કાળની પરિપાટી અનુસાર આજના કરતાં અલગ પદ્ધતિ અપનાવી હોય તો તે પદ્ધતિને તેના અસલ સ્વરૂપમાં સમજવાનો પ્રયત્ન કરવો તે જ એક સર્વોત્કૃષ્ટ પુણ્યનું કાર્ય છે અને આ પ્રકારનું સંશોધન ભવિષ્યના યુવાનો માટે ધર્મ ઉપર શ્રદ્ધા ઉત્પન્ન કરવાનું તથા તેને દેઢ કરવાનું મહત્ત્વનું સાધન બનશે, એ વાતમાં કોઈ શંકા નથી.
E