SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ઝાકળભીનાં મોતી *** સંતે વિદાય લીધી. ધમાલિયો પુરુષ તો સંતની વાત ભૂલી ગયો, પણ એની પત્ની વિચારમાં પડી કે સંતે શા માટે એમ કહ્યું કે તમે માણસ બનજો ? શું અમે માણસ નથી ? શું અમે એમને ઢોર લાગ્યાં ? આવું કેમ કહ્યું ? પેલી સ્ત્રીએ પુરુષને વાત કરી અને સંતના ઉપદેશનું રહસ્ય પૂછ્યું. ધમાલિયો પુરુષ પણ પળવારમાં વિચારમાં પડી ગયો. એને થયું કે અંતે આમ કેમ કહ્યું હશે ? વર્ષો વીતી ગયાં. સંત ફરી પાછા આ શહેરમાં આવ્યા. પેલા પુરુષ અને તેની પત્ની સંતને મળવા ગયાં, અને વર્ષો પહેલાંના એમના આશીર્વાદનું રહસ્ય પૂછ્યું. સંતે પોતાના સામાનમાંથી એક કાચ કાઢો. પેલા પુરુષને કાચ આપતાં કહ્યું, “જુઓ ! આ એક દૈવી કાચ છે. એમાં માણસ જેવો હોય તેવો બરાબર દેખાય છે. આ કાચમાં તમારા સાચા રૂપનું પ્રતિબિંબ પડશે." ઉતાવળી સ્ત્રી પતિના હાથમાંથી કાચ ઝૂંટવીને આતુરતાથી જોવા લાગી. જેવું કાચમાં પોતાનું પ્રતિબિંબ જોયું કે છળી ઊઠી, અને ચીસ પાડીને બોલી : “ઓય બાપ રે ! આમાં તો હું કૂતરી દેખાઉં છું. શેરીના નાકે બેસીને બીજી કૂતરીઓ સામે ઘુરકિયાં કરું છું. જોસજોસથી ભરું છું. આમતેમ ધસું છું. મને સહેજે જંપ નથી. હાય ! હાય ! શું હું કૂતરી છું ?” અધીરા પુરુષે તરત જ કાચ છીનવી લીધો અને એમાં પોતાની જાતને જોવા લાગ્યો. તો એને ઉકરડામાં આળોટતો * ઝાકળભીનાં મોતી ગધેડો જોવા મળ્યો. બંનેએ કહ્યું, “હે સંત પુરુષ ! અમે તો માણસ છીએ, અને આમાં તો જાનવર દેખાય છે. આનું કારણ શું ?” સંતે કહ્યું, “ભાઈ ! આ કાચમાં તમે જેવા છો, તેવા જ દેખાશો. તમારું બહારનું રૂપ નહિ, પણ અતરનું સૌંદર્ય આમાં પ્રગટ થાય છે. બહારથી વ્યક્તિ માણસ લાગે, પણ અંદર તો એ પશુ હોય છે.” પતિ-પત્નીને સંતના "માણસ બનજો” એ ઉપદેશનું રહસ્ય સમજાયું. * * * આમ, માણસે એના સાચા સ્વરૂપની ઓળખ મેળવવી જોઈએ. બહારથી એ ભલે માણસ દેખાય છે પણ હૃદયમાં તો એ પશુઓના દુર્ગુણોને સંઘરીને જીવે છે ! એનો અંદરનો આકાર એ જ સાચો આકાર છે. માણસ માટે સૌથી અઘરી વસ્તુ એ માણસ બનવું તે છે. એના આત્મામાં અનેક ગુણોની સમૃદ્ધિ રહેલી છે, પણ માનવી એને ભૂલીને પશુના જેવી વૃત્તિઓથી જીવન ગાળે છે. માનવી પોતાના માનવસ્વભાવને પ્રગટ કરવાને બદલે પશુવૃત્તિને પંપાળી-પંપાળીને ઉશ્કેરતો રહે છે. સચ્ચાઈ ગુમાવી બેઠેલો માનવી આકાર ભલે માનવીનો ધરાવતો હોય, પરંતુ એની અંદર તો અસુર વૃત્તિઓનો મેળો જામ્યો છે. n ◆◆◆♦♦♦♦ 87 ◆◆◆◆*******
SR No.034297
Book TitleZakal Bhina Moti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1999
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy