________________
મહાસભાના પ્રમુખમાંથી ભારતના ગૃહપ્રધાન
૧૭
૧૭૬ દેશી અવાજ
અવાજ
દેશી અવાજ
દેશી
અવાજ
અવાજ
નવભારતના ભાગ્યવિધાતા : એમ ? : એટલે બીજા હજી કેટલા પાછળ છે એનો અંદાજ કાઢો. અંગ્રેજોના
પેટમાં તો તેલ રેડાતું હતું. એમના બ્રિટિશ વાવટાની, તો પેલો હિટલર હવે યુરોપમાં પાકી ખબર લઈ લેવાનો હતો, એટલે તેલની સાથે પેટમાં તેજાબ ભડકે બળતો હતો, છતાં મૈસૂરમાં ગોળીબારનું એક છમકલું થઈ ગયું. અંગ્રેજી શાહી વિચારના મૅજિસ્ટ્રેટની ભૂલ. સરદાર સાહેબ મૈસૂર ઊપડ્યા, અને ત્યાં સમાધાન કરાવ્યું. : પણ ઘરઆંગણે ૧૯૩૭માં માણસામાં સળગ્યું હતું એનું શું ? : એ જ જમીન-મહેસૂલનો સવાલ, ત્યાં પણ દરબારી કોરડો અને ગોળીબાર. આખરે સરદાર સાહેબની લવાદી સ્વીકારવી પડી. અને સમાધાનીના કરાર, ગઈ ગુજરી ભૂલી દરબાર અને ખેડૂતો વચ્ચે સારી લાગણી સ્થાપી. પછી તો વળા, રામદુર્ગ, જમખંડી, મીરજ રિયાસતોમાં અહિંસક લડતો ચાલી અને પ્રજા જીતી.
એમાં પણ મહાસભાનો ટેકો હતો અને પછી રાજકોટ – : રાજકોટનો સવાલ તો બહુ ગૂંચવાયો. : ન ગૂંચવાય ? મૂળ રાજા સારા, ત્યારે દીવાને કોકડું ગૂંચવ્યું. : કારણ બ્રિટિશ અમલદારોએ સંચાદોરી ખેંચી. : એ લોકોનો તો ધંધો જ – ન ખેંચે તો નવાઈ, પણ આપણા જ માણસો બેવફા, દેશદ્રોહી, પ્રજાદ્રોહી, ત્યાં શું થાય ? બાકી લાખાજીરાજ મહારાજે તો પ્રજાને સોશ્વમાં લીધી જ હતી. : હા, એ તો કહેતા કે ગાંધીજી તો એમને મન પિતાતુલ્ય હતા,
અને રાજ કોટ બોલાવી સન્માન પણ કરતા, અને દરબારમાં સિંહાસન પર બેસાડી પોતે ડાબે પડખે બેસતા, અને બોલેલા કે ગાંધીજી વલ્લભભાઈને જમણા હાથ જેવા ગણે છે. તેવા એ મને ન ગણે ?
: પણ રાજ કોટની પ્રજાની કમનસીબી, અને એમનું અકાળે અવસાન
થયું. પછી ભારે કરુણ કથા સરજાઈ. : એમના કુમારની બ્રિટિશ સરકારી કેળવણી. : ત્યાં જ સરદાર સાહેબનાં વચન સંભારો. “એ રાજ કુમાર કૉલેજમાં માણસનું જાનવર બનાવવામાં આવે છે. જેને અનેક જાતના દારૂના નામ આવડે અને પીતાં આવડે તે હોશિયાર ગણાય.” : ઉપરાંત રૈયતથી અલગ કેમ રહેવું તે શિખવાડવામાં આવે. : એવું લાખાજી રાજના કુંવર શીખ્યા અને એને વીરાવાળાનો
સાથ મળ્યો. એટલે બળતામાં ઘી. : પણ બહુ ભારી થઈ ગઈ. પ્રજાએ બહુ સહન કર્યું. રાજા અને કારભારીની અવળચંડાઈ. એમાં એજન્સીના ગોરા અમલદારોનાં કાવતરાં. ઠાકોર લાખાજી રાજે સાચવેલી મૂડી સફાચટ, રાજ્ય દેવામાં, જુગારના અડ્ડી નંખાયા, ભારે કરવેરો નંખાયો, ઇજારાઓ
અપાયા. : બીજે મહેસૂલ ઓછું કરવાની લડત, તો રાજકોટમાં કરવેરો વધાવાની ઝુંબેશ. સરદાર સાહેબે ૨૨-૮-'૩૮માં જ રાજકોટના રાજને કૂવાનાં દેડકાં કહી સંબોધ્યું હતું અને કરાંચી જતા પહેલાં રાજકોટમાં પ્રજા પરિષદ ભરવાની સુચના આપી હતી. તે પ્રમાણે પાંચમી સપ્ટેમ્બરે પ્રજા પરિષદ ભરવાનું નક્કી થયું. સરદાર ત્યાં પહોંચ્યા. દરબાર વીરાવાળાએ સરદાર સાહેબને ચા પીવા બોલાવ્યા. બે વચ્ચે ઠીક ઠીક મસલત થઈ. સુધારા અમલમાં લાવવા વાતો થઈ, ત્યાં પાછલે બારણે રાજકોટમાં ગોરા દીવાનને લાવવાની ચાલબાજી યોજાવા માંડી. : હા, હા, ઓલો સર પેટ્રિક કેડલ. પહેલાં જૂનાગઢમાં હતો એ.
અવાજ
દેશી અવાજ દેશી અવાજ
દેશી