________________
નવભારતના ભાગ્યવિધાતા હતી, તે જેલરના માણસો આપણને પૂછ્યા વિના લઈ ગયા એ
અસભ્ય કહેવાય, ખરું ને બાપુ ? બાપુ : કદાચ સુપ્રિન્ટેન્ડેન્ટને ખબર પણ નહીં હોય. એમાં દુઃખ માનવાનું
કારણ નથી. તમે છઠ્ઠા અધ્યાયમાં જાણ્યું ને મન: gવ મનુથાઇi
ચાર ચંઘ મોક્ષ: I અને આત્મા આત્માનો બંધુ છે. સરદાર : છે જ તો, પણ આત્મા આત્માનો શત્રુ પણ છે. બાપુ : ઠીક, હવે તો ઘણું શીખ્યા. છઠ્ઠો અધ્યાય પણ શીખી લીધો. શાસ્ત્રીજી : એમ ત્યારે, જોયુંને જેમને વડોદરાની હાઈસ્કૂલમાં સંસ્કૃત ભણવા
પ્રત્યે સૂગ હતી, તે યરવડા જેલમાં સંસ્કૃત ભણતા થઈ ગયા, ગીતા સમજીને પાઠ કરતા થઈ ગયા. એ ભક્તજન નહીં તો એ
શું ? પણ બાપુ પાસે કાવ્ય-પાઠ પણ શીખતા. પૃચ્છક : તે કેવી રીતે ? શાસ્ત્રીજી : જેલમાં બાપુ આથમતા સૂરજને જોતા હતા, ત્યાં સરદાર કહે
એને શું જુઓ છો. ઊગતા સૂરજને ભજવો જોઈએ. તો બાપુ કહે, કાલે સવારે એ નાહીધોઈને પાછો આવીને ઊગશે એટલે એને જ પાછા પૂજીશુંને – જોયું સરદારે કેવી રીતે જેલને મહેલ બનાવ્યો તે – અને જેલમાં પણ પરદેશી રાજ્ય સામે વિરોધ,
અને છતાં ભક્ત અને વત્સલ. પૃચ્છક : અહીં જ બાપુએ સરદારને માની ઉપમા આપી હતી, ખરું
શાસ્ત્રીજી ? શાસ્ત્રીજી : હા, મા જેમ બાળકની કાળજી લેતાં તો આપણે એમને કિશોર
અવસ્થામાં નડિયાદમાં જોયા જ હતા. એટલે વાત્સલ્ય તો ભરપૂર. ભક્તવત્સલ; લોખંડી પુરુષ નહીં, નહીં જ.
ભક્તજન વલ્લભભાઈ
૧૬૫ શાસ્ત્રીજી : બાપુએ ૧૯૩૩માં સાબરમતી આશ્રમ વિખેરી નાંખ્યો, ત્યારે
પુસ્તકાલય મ્યુનિસિપાલિટીને સોંપવાનું હતું, પણ પુસ્તકાલય બચાવી વિદ્યાપીઠને સોંપવામાં સરદારનો મહત્ત્વનો ફાળો. એમાં
એમનો વિદ્યાવ્યાસંગ પણ જણાઈ આવે છે. પૃચ્છક : નહીં તો મ્યુનિસિપાલિટીમાં ચોપડીઓ જાત તો શી દશા થાત ? શાસ્ત્રીજી : વાત જ ન કરો. આગળ ચાલો, ૧૯૩૪માં મુંબાઈમાં મહાસભા,
૧૯૩૪માં સરદાર નાશિક જેલમાંથી છૂટ્યા. પછીના દોઢ વર્ષમાં લૉર્ડ વિલિંગ્ડનની દમન નીતિ. પણ મુંબાઈના ગવર્નર સાથે ખાનગી મસલત. એમાં ગવર્નરે એમને બોલાવી ઇલાકાના મુખ્ય પ્રધાન તમે થવાના છો એમ કહ્યું. સરદારે ચોખ્ખી ના પાડી, એટલું જ નહીં પણ બારડોલીની સંધિ પણ તમે પાળી નથી,
એવું ચોખ્ખું સંભળાવી દીધું. પૃચ્છક : તો ગવર્નર શું કહે ? શાસ્ત્રીજી.
: ગવર્નર છાતી ઠોકીને કહે કે એ જમીન તમને કદી પાછી મળવાની જ નથી ! તો સરદારે કહ્યું, અમે એ મેળવીશું જ એ ચોક્કસ છે. પછી લખનૌની મહાસભા આવી. કુંજપુરની મહાસભા ૧૯૩૭માં ભરાવાની હતી, તે પહેલાં નવા સુધારાઓ અનુસાર ભારતના અગિયાર પ્રાંતમાંથી છ પ્રાંતોમાં મહાસભાની ચોખ્ખી બહુમતી આવવાથી મહાસભાના સભ્યોએ પ્રધાનપદ લેવાં કે
નહીં એ મુખ્ય સવાલ હતો. પૃચ્છ કે : ત્યારે સ્વરાજ્ય તો આવી ગયું. શાસ્ત્રીજી : હોય ? હજી તો ધારાસભા ભલે ચૂંટાય, પણ ગવર્નર સાહેબોના
હાથમાં લગભગ બધી જ આખરી સત્તા એટલે એ ગૂંચ ઊભી થઈ.
બધા
: નહીં જ .
પૃચ્છક
: પણ ગવર્નર તો હિન્દીઓને ?