________________
ભક્તજન વલ્લભભાઈ
૧૫૯
નવભારતના ભાગ્યવિધાતા મોટું દિલ ? હવે તા. ૭ એપ્રિલે મીઠાનો કાયદો તૂટ્યો. ગાંધીજી જેલમાં અને તા. ૨૬ જૂને સરદાર છૂટ્યા. અમદાવાદમાં સરદારનું સ્વાગત કરતાં સભા થઈ, ત્યાંનું એમનું ભાષણ–એમાં જે બોલ્યા
તે વાત. પૃચ્છક : ખરેખર, અમને એમની વાણી સાંભળવાનો અવસર ન મળે ? શાસ્ત્રીજી : ત્યારે કોઈ રેકૉર્ડિંગ કરી જ શકતું નહીં. એ તો આજે બધા
ટ્રાન્ઝિસ્ટર અને ટેઇપ રેકૉર્ડર લઈને ભટકો છો તે સભામાં એમણે કહ્યું, આ તો એક સમર્થ તપસ્વીની બાર વર્ષની પ્રખર તપશ્ચર્યાનું ફળ છે. સરકારની જેલ એ તો કોઈ જેલખાનું છે ? ખરું જેલખાનું તો માયાનું બંધન છે, તે છે. આપણા આત્માને જે મોહ-માયા અને કામ-ક્રોધનાં બંધન છે, એ જ ખરું જેલખાનું છે. જે માણસે એ બંધન તોડ્યાં, એને જગત પરનું બળવાનમાં
બળવાન કોઈ પણ સામ્રાજ્ય બંધનમાં રાખી શકવાનું નથી. પૃચ્છ કે : આ તો બાપુની વાણીથી પણ આગળ વધ્યા. કોઈ સંત પુરુષને
છાજે એવું વક્તવ્ય. શાસ્ત્રીજી : બે વાત. ભક્તજન વલ્લભભાઈને બાપુ માટે અનન્ય ભક્તિ,
ઈશ્વરમાં અથાગ શ્રદ્ધા અને પીડિતો માટે સંવેદના. પૃચ્છક : માનું છું; આપની વાત સાચી માનું છું. શાસ્ત્રીજી : ભક્તિમાં રસ જોયો, ઈશ્વરમાં શ્રદ્ધા જોઈ, હવે એક બીજું પડખું
તપાસીએ. તે પણ જેલમાં. પૃચ્છ ક : સાબરમતીમાં ? શાસ્ત્રીજી : ના. યરવડામાં. થોડો સમય ગાંધીજી સાથે ત્યાં પણ તે પહેલાં
મીઠાના સત્યાગ્રહ બાદ ગાંધીજીને પકડ્યો. પછી ગોળમેજી પરિષદ મળી. બ્રિટિશ મુત્સદીઓ જેટલા મીઠાબોલા, એટલા લુચ્ચા; એક બાજુ સમાધાનની વાતો કરે, બાકી દેશમાં લાઠીઓ વીંઝે ,
સ્વયંસેવકોને કેદ કરે. નેતાઓને પણ પકડે. ૧૯૩૧માં કરાંચીમાં મહાસભા મળી એના એ પ્રમુખ ચૂંટાયા. મહાસભા મળી તે પહેલાં દિલ્હીના હૃદયશૂન્ય અધિકારીઓએ દેશની માંગણી છતાં, ફાંસી નહીં, દેશનિકાલ કરો એમ કહેવા છતાં, ભગતસિંહને ફાંસી આપી દીધી. આ પણ સરકારનો એક બૃહ, કે ક્યાંક ભંગાણ પડે છે ? દરમ્યાન ગોળમેજી પરિષદને પરિણામે જરા સન્ધિ જેવું જણાયું, ત્યાં બારડોલીની સન્ધિનો સરકારે ભંગ કર્યો, શરતો નું પાણી, પોલીસ જુલમની વાત જ ઉડાવી દીધી. લંડનથી ગાંધીજી પાછા ફર્યા. તે પહેલાં જ બ્રિટિશ અમલદારોએ દમનનો કોરડો વીંઝવા નક્કી કર્યું હતું, અને પકડાપકડી
શરૂ થઈ. પૃચ્છ ક : ફરીથી જેલ ? શાસ્ત્રીજી : જેલ અને વધારે જુલમ, મહાસભાને ચગદી, છૂંદી, છિન્નભિન્ન
કરી નાંખવાનો નિર્ણય. અંગ્રેજોને કોઈ પણ પ્રકારની ક્રાંતિ ન
પાલવે. પૃચ્છક : તબક્ક તબક્કે સ્વરાજ આપવાની વાત તો ખરી ? શાસ્ત્રીજી : ઠાલી પોકળ તકલાદી, જૂઠાં વચનો, અંગ્લોઇન્ડિયન સિવિલિયનોનું
રાજ્ય હતું, બ્રિટિશ રાજાનું નહીં. નાગપુરમાંના પેલા ક્લાર્કને ભૂલી ગયા ? જલિયાંવાળામાં ડાયર ઓડવાયરને ભૂલી ગયા ? અને લંડનમાં ચુસ્તમાં ચુસ્ત રૂઢિચુસ્ત ચર્ચિલ બેઠો હતો. બધા એક જ ઓલાદના. ઓર્ડિનાન્સ પર ઓર્ડિનાન્સ–વટહુકમોથી જ રાજ્ય. પણ દેશમાં જે કાળો કેર વર્તી રહ્યો, જુલ્મોની ઝડી વરસી એ દુઃખદાયક ઘટનાઓ આ પ્રસંગે જતી કરીએ. એ વિષય જ જુદો છે. એટલે આપણે ફરી યરવડા જેલમાં સરદાર સાથે ચૂપચાપ બેસી જઈએ. હું તમારા ત્રણના હાથમાં ચોપડી આપું. એક બનો મહાદેવભાઈ, બીજા અને સરદાર, અને ત્રીજા બાપુ. તમે તમારા જ અવાજે વાંચીને બોલજો.