________________
નવભારતના ભાગ્યવિધાતા કહેતા – “હું ગુજરાતીઓને કહું છું કે શરીરે ભલે દુબળા હો, કાળજું વાઘસિંહનું રાખો, સ્વમાન ખાતર મરવાની તાકાત હૃદયમાં
રાખો.' મારકંડ : રવિશંકર મહારાજખુશાલભાઈ : હા, એ તો આ બેઠા. બારડોલી લડતના સાક્ષી. મારકંડ : એની આ કેફિયત છે તે ભણતર—અભ્યાસ માટે જાણવા જેવી
ખુશાલભાઈ : વાંચો. મારકંડ : મહારાજ લખે છે કે, એક વાર હું કામસર ગાંધીજીને મળવા
ગયો. ત્યાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના વિશે વિદ્વાનો ચર્ચા કરી રહ્યા હતા, એમાં આચાર્ય કોને નીમવા તેની વાત આવી, તો તરત સરદાર બોલ્યા : મને નીમો. છોકરાઓને ભણેલું ભુલાવી દઈશ. ખરેખર ત્યારે મને સમજણ ના પડી. પણ પછી બોરસદ તાલુકામાં અમે એકઠી કરેલી વિગતો સરદાર સાહેબે નાણી-કસોટી જોઈ, અને બારડોલીમાં છ મહિનામાં તાલુકાની અઠ્યાસી હજાર પ્રજાને ભણાવવાની શાળા કાઢી. સરકારે જે રાષ્ટ્રિયતાનું ભાન ભુલાવેલું તે આ સરદાર જેવાએ આચાર્યપદે
બેસીને ભણતરના પાઠ ભણાવ્યા. ખુશાલભાઈ : મૂળ વાતે સરદારનું હાડેહાડ ખેડૂતનું. ગાંધીજીએ ૧૯૧૭માં
એક જ શબ્દમાં સરદારને હિન્દુસ્તાનમાં ખેડૂતનું સ્થાન સમજાવી દીધું. સરદાર શાનમાં સમજી ગયા. એટલે ખેડૂતની સેવા કરવાની તક પહેલી ખેડાની મહેસૂલી લડતમાં સાધી, પછી બોરસદમાં, અને ત્રીજી બારડોલીમાં. પૂર્વ અવસર ઊજવી, ખેડૂતો અને
ખેતીના રહસ્યને ઉપનિષદ રચ્યું. એ તે કેવા મોટા આચાર્ય ! મારકંડ : આ એમનું એટલે કે વલ્લભ ઉપનિષદનું એક સૂત્રમંડળ :
આ બારડોલી “ભારતકી થર્મોપોલી”
૧૪૩ આખું જગત ખેડૂત ઉપર જ નભે છે. અને સૌથી વધારે જુલમ ખેડૂત સહન કરે છે. સરકારને નામે ગમે તે એક ધગડું આવીને એને ધમકાવી જાય; ગાળો ભાંડી જાય, વેઠ કરાવી જાય; સરકાર ધારે એટલા કરનો બોજો ખેડૂત ઉપર નાખે, વરસોની મહેનત પછી ઝાડ ઉછેરે, એ ઉપર વેરો, કુવો ખોદી પાણી લે એ ઉપર વેરો, ખેડૂત પાસે વીધું જમીન હોય, પાછળ બળદ રાખતો હોય, ભેંસ પાળતો હોય, ખાતર-પંજો કરતો હોય, વરસાદમાં ઘૂંટણભર પાણીમાં વીંછીની સાથે રમત કરી હાથ નાંખી, ભાત વાવતો હોય, દેવું કરી બી વાવે, બૈરાં-છોકરાં સાથે જે ઊગે તે વીણે. ગાલ્લી રાખે, એમાં નાંખી એ વેચી આવે, ઢોર સાથે ઢોર જેવા થઈને રહે. એમાંથી પાંચ-પચીસ મળે, એટલા ઉપર સરકારનો લાગ ! ખેડૂત ડરીને દુઃખ વેઠે, ઉપરથી જાલિમની લાતો ખાય, એવા ખેડૂતોને રાંકડા મટાડી ઊભા કરું, ઊંચે મોઢે ફરતા કરું,
એટલું કરું તો મારું જીવ્યું સફળ માનું.' ખુશાલભાઈ : સરદારે એ બારડોલીમાં કરી બતાવ્યું. કિશોર : તમે ખુશાલભાઈ અને મારકંડભાઈ, ખરા છો. ખેડૂતની વાતો
કરો છો, પણ લડતની વાતો તો કરતા જ નથી. ખુશાલભાઈ : છોકરા ! અંગ્રેજોએ રાજ્ય જમાવી પહેલા ખેડૂતને મારી નાંખ્યા,
એનાં લોહી પીધાં, હાડપિંજર જેવા બનાવી પાકા ડરપોક અને
ગુલામ બનાવી દીધા. મારકંડ : એમાંથી સરદારે એમને મરદ બનાવ્યા, તે એની વાતો ન
કરીએ ? સરકારને તો શું, બારડોલીની આ વ્યવસ્થા ત્યાં કોઈના છાસવારે ભાષણો નહીં. સરકારી અધિકારી આવે, પૈધે, એને
પાણીનો લોટો નહીં. મહેસૂલમાં કાણી પૈ નહીં. ખુશાલભાઈ : અને છાપામાં સરકારે દંડ વસૂલ કર્યો છે, જમીનો ખાલસા કરી
છે, ખેડૂતો ડરી ગયા છે, હારી ગયા છે, વલ્લભભાઈ એકલા