________________
નવભારતના ભાગ્યવિધાતા કાયદો જ ખોટો. ગામમાં મોટા ભાગના લોકોએ રોજ સવારમાં
જ પોલીસની ચોકીમાં હાજરી આપવા જવાનું. રામભાઈ : ગુનેગારોને ? પશવો : સાહેબ કેવો સવાલ પૂછો છો. ગુનેગાર હોય એને તો સજા
થાય, એટલે એ જેલમાં હોય. આ તો પોલીસને જેની ઉપર શંકા, યા અદાવત, યા પૈસા કઢાવવાની દાનત, તેવા બિનગુનેગારોને હાજર થવાનું; દાખલા તરીકે એક બાબરાદેવા નામનો શખ્ત એ રોજ ત્યાં ચોકીએ અંગુઠો ભરવા જાય, એકાદ દિવસ સાંજે એ કંઈ કામને લઈ ન જઈ શક્યો, એટલા ગુના માટે એને છ માસની જેલ. જે ગુનેગાર નહોતો, તે ગુનેગાર ગણાયો ! ચૂક નાની. એમ અસરાફ માણસોને પણ પોલીસે બહારવટિયે ચઢાવવાની ફરજ પાડી છે. છ મહિને બાબર છૂટ્યો એટલે એણે ચોરી કરવા માંડી. પોલીસે ગામને કહ્યું કે બાબરિયાને પકડી આપો, નહીં તો ગામને દંડ આપવો પડશે. આમ સાહેબ
બારવટિયાને પકડવાની ફરજ પોલીસની છે કે ગામલોકની છે? રામભાઈ : પછી ?
: બાબરની માએ કહ્યું કે બાબરિયા ! તું ઘરમાં રહે. કાલે ફોજ પકડવા આવશે એટલે પકડાઈ જજે, નહીં તો ગામની ઉપર સરકાર જુલમ કરશે. બાબર ઘર રહ્યો, અને પેલો પકડવા આવ્યો એનું નાક કાપી નાંખ્યું, પછી તો એ નાઠો. પછી તો એ પાકો વ્હારવટે ચડ્યો. હવે પોલીસે પ્રજા ઉપર જુલમ વધારવા માંડ્યા. એટલે પોલીસમાં વધારો. દંડની રકમ વધારી. દરમ્યાન અલી નામનો બીજો માણસ પોતાની જમીનની તકરારમાં અન્યાય
થતાં એ પણ બહારવટે ચઢ્યો. પછી શાહેબ જોઈ લ્યો નાટક ! રામભાઈ : એવાં નાટક શાં ? શાયબ પૂછે છે.
બોરસદના સરદાર અને હૈડિયા વેરો
૧૧૯ પશવો : અલીને કોઈ એના સાથીદારે પોલીસને પકડાવી દીધો એટલે
અલી સાથે ગોઠવણ કરી. રામભાઈ : શી કેવી ગોઠવણ કરી ? પશવો : અલી પોલીસને કહે છે કે, હું બાબરને પકડી આપું, પણ મને
નિરાંતે બહારવટું કરવા દો. એ બહારવટામાં પોલીસનો ભાગ. રામભાઈ : હોય નહીં ! પશવો : અરે રામભાઈ ! તમે પણ અહીં ચકાસણી કરવા બેઠા છો.
વલ્લભભાઈ સાહેબે, મામલતદારોએ એવા ભાગલાગના કાગળો
લખ્યા, તે મેળવી લીધા છે, તે વાત તો જાણો છો ને ? રામભાઈ : હું તો જાણું છું. એ કાગળિયાં આ રહ્યાં. પણ સર મોરિસ
સાહેબને શંકા ન રહે માટે સવાલો પૂછું છું. પશવો : તો એ કાગળ કાઢી જે અમલદારે લખ્યા છે, એની સહી લઈ,
સહી બતાવી, લાટ સાહેબને બતાવોની. રામભાઈ : તો શાયબ પૂછે છે કે, એ ખાનગી દફતરી કાગળો શ્રી વલ્લભભાઈ
પાસે આવ્યા ક્યાંથી ? એવાં કાગળો મેળવવા એ ગુનો છે. પશવો : રામભાઈ, મારું નામ તો પુરુષોત્તમ. પશો. પણ આ સવાલ શ્રી
વલ્લભભાઈ સાહેબને પૂછો. અમારા નેતા વલ્લભભાઈ સાહેબે તો જાહેર કર્યું છે કે હા, આ કાગળ અમે મેળવ્યા છે. સરકારના ભોપાળાં ખુલ્લો કરનારાં આ કાગળિયાં છે. અને અમારા પર દાવો માંડો, એટલે બીજાં એવાં કાગળિયાં બહાર પાડીએ. કૉર્ટ પણ જાણે કે સરકારના અમલદારો કેટલા પ્રપંચી, અન્યાયી
અને જુલ્મ કરવા તૈયાર રહે છે, અને ઉપરથી પ્રજાને દંડે છે. રામભાઈ : પુરુષોત્તમભાઈ, સાહેબ પૂછે છે કે તમે શો ધંધો કરો છો ? પશવો : કહો સાહેબને ! હું તો ખેડૂત છું, પણ અમારા નેતા શ્રી વલ્લભભાઈ
પટેલને પગલે લંડન જઈ બારિસ્ટરની પરીક્ષા પાસ કરી આવ્યો