________________
૧૦૮
જીજીભાઈ : ભલે સાહેબ. દરમ્યાન હું
ક્લાર્ક
નવભારતના ભાગ્યવિધાતા
આ જેલમાંથી આવેલો રિપૉર્ટ છે તે વાંચી જાઉં. આપને વાંધો ન હોય તો એમાંનો સાર કોઈ છાપામાં મોકલાવી આપું ?
જીજીભાઈ
: હા. જે ગુનેગારોને કેટલી કેટલી કડક સજાઓ કરવામાં આવે છે, અને એમને કેટલાં કઠિન કામો કરવાં પડે છે એનો બરાબર હેવાલ પ્રગટ કરવા કહેજો. એટલે ભલભલા ડરીને ભાગી જશે.
:
થેંક્સ મિ. ક્લાર્ક, સાહેબજી.
(એક જણ પ્રવેશે છે)
જીજીભાઈ: હા જી આવો. તમે કિયા છાપાના તંત્રી છો તે મને નહીં કહેતા.
પણ જેલમાં પૂરેલા સત્યાગ્રહીઓ ઉપર કેવા જુલમો કરવામાં આવ્યા છે તેની આ નોંધ લ્યો. સાંભળો !
“અહીં નાગપુરમાં કેદીઓના વર્ગ – વધારે કામ પહેલો વર્ગ, રવિશંકર મહારાજ પહેલા વર્ગમાં, એમની પાસે વધારેમાં વધારે કામ. એટલે એમણે સવા મણ દળવાનું, બીજા વર્ગમાં પોણો મણ દળવાનું. નિડયાદના ગોકુલભાઈ તલાટીને બીજા વર્ગમાં પોણો મણ દળવાનું. ખાવામાં એક વાર જુવારના રોટલા અને ભાજી. ભાજી એટલે તદ્દન ઘરડાં થઈ ગયેલાં પાંદડાં, રોટલા કાચા, એમાં કાંકરા, દાળમાં દાળ જડે જ નહીં, ફક્ત મરેલી ઇયળો જ જોવા મળે. બારણા વિનાનાં પાયખાનાં. વૉર્ડરો, રવિશંકર મહારાજ જેવા કેદીઓને તૂ-તા કરે. જેલના ડોક્ટરના દિલમાં દયાનો છાંટો ન મળે. બધા જ દરદીઓને એક જ બાટલીમાંથી દવા વેંચાશે. ઉપરાંત ગાળોનો વરસાદ, હાથકડી, દંડાબેડી, આડીબેડી, તાટકપડાં અને અંધારી કોટડી. એવી સજાઓ વધારવામાં નાગપુર ઝંડા સત્યાગ્રહીઓની સંખ્યા ૧૭૫૦.”
(સંગીત)
સત્યાગ્રહ : ખેડા અને નાગપુર
૧૦૯
મિ. ક્લાર્ક પાછા પ્રવેશે છે... : જીજીભાઈ ! આ શું લખો છો ?
ક્લાર્ક
જીજીભાઈ : નાગપુર ધ્વજ સત્યાગ્રહનો સાચો રિપૉર્ટ. આપને ક્લબમાંથી જાણી જોઈને આપના મિત્રો લઈ ગયા, અને ત્યાં બેસાડી રાખ્યા, નહીં તો નેતા વલ્લભભાઈ પટેલ સાહેબની સરદારી હેઠળનું ‘ઝંડા ઊંચા રહે હમારા’નું ગીત ગાતા સરઘસનું દૃશ્ય આપે જોયું હોત.
: પણ તમે સરકારી નોકર એવું નહીં લખી શકો.
મિ. ક્લાર્ક સાહેબ, હું જીજીભાઈ એક કારકુન—આપ સિવિલિયનો
ના મહામંત્રી, પણ અટકે મિ. ક્લાર્ક તે આપ પણ બ્રિટિશ સરકારના ક્લાર્ક જ.
ક્લાર્ક જીજીભાઈ :
ક્લાર્ક
: શટ અપ.
જીજીભાઈ : અમદાવાદમાં અમારે એક મિ. પ્રેટ સાહેબ હતા. આપ તો એનાથી પણ વધારે જુઠ્ઠા, કાવતરાબાજ.
ક્લાર્ક
: કાવતરાબાજ ? યુ ડેર સે ધૅટ ટુ મિ ! જીજીભાઈ ! તમે બોલો છો ?
જીજીભાઈ : હું તો આપને વફાદાર રહ્યો હતો. આપ આપની દિલ્હીની સરકારને બેવફા રહ્યા. કેદીઓને છોડવાના હુકમો આવ્યા તે પણ આપે અમલમાં મૂક્યા નહીં. એંગ્લોઇન્ડિયન છાપાંઓમાં અમારા નેતા વલ્લભભાઈ સાહેબે માફી માગી, સરઘસ છાનામાના કાઢ્યું, એવા જુઠ્ઠા સમાચાર આપે આપની લાગવગથી જાહેર કર્યા. શ્રી વલ્લભભાઈ સાહેબે આપની વાતોનો જડબાતોડ જવાબ આપ્યો, અને પ્રજાએ તમારો નહીં પણ વલ્લભભાઈ સાહેબનો ખુલાસો માન્યો.
ક્લાર્ક
: તમે આવું બોલી જ કેમ શકો ?
જીજીભાઈ : કારણ સત્ય હકીકત વલ્લભભાઈ સાહેબે નાગપુરના ભાષણમાં
કહી સંભળાવી. આપનું અને એંગ્લોઇન્ડિયન છાપાવાળાનું પર્યંત્ર ઉઘાડું પાડ્યું.