________________
સત્યાગ્રહ : ખેડા અને નાગપુર
૧૦૫ ક્લાર્ક : ઘેટ્સ રાઇટ ! મારી કલમ તેજીલી, બંદૂકની ગોળી જેવી. આ
નહીં નહીં બને, ન માઇ ડેથ બોડી ધિસ સરઘસ વિલ ગો. ડુ યુ અન્ડરસ્ટેન્ડ ? પણ એમ નહીં બને. સરઘસ આખું ગોળીથી
મારીશ. જીજીભાઈ : જી, આપ મરી ફીટો, પણ આ રાષ્ટ્રધ્વજવાળા સરઘસને અને
મિ. વલ્લભભાઈને સિવિલ લાઇન્સમાંથી પસાર નહીં જ થવા
દો.
નવભારતના ભાગ્યવિધાતા સરઘસ કાઢવા માગે છે. નોનસેન્સ ! આભ તૂટી પડે તો પણ એ સરઘસ નહીં નીકળે. બ્રિટિશ ફ્લેગ એટલે યુનિયન જેક. એનું અપમાન ! બ્રિટિશ ક્લંગની સામે આ સિડિસન, અરાજ કતા, રાજદ્રોહ, તાજનું અપમાન ભયંકર ગુનો. એ કેમ સાંખી શકાય ? મારા બંગલા પાસેથી સરઘસ ! હું હિન્દુસ્તાનના સનંદી સિવિલિયનોનો મહામંત્રી. વી સિવિલિયન્સ, એ પાવરફુલ બૉડી. તમે જીજીભાઈ જાણો છો, હું ચીફ સેક્રેટરી ફૉર ઑલ ઇન્ડિયા
બાંડી. જીજીભાઈ : હા જી, એ હું જાણું છું. ક્લાર્ક : ના, તમે નથી જાણતા. હું ધારું તો દિલ્હીના વાઇસરૉયને બદલાવી
શકું. પ્રાંતોના ગવર્નરને નચાવી શકું. હું સેક્રેટરી ઑફ ઑલ સિવિલ સરવિસીઝ, મારો અહીં બંગલો સિવિલ-લાઇન્સમાં, ત્યાંથી વન વલ્લભભાઈ પટેલ, એક વાવટું લઈને નીકળે. બધાને
શુટ કરી શકું. જીજીભાઈ : જી સાહેબ, આપ ગમે તેને શૂટ કરી શકો – ક્લાર્ક : અમે ત્યાં એટલા બધા ગોરા અફસરો રહીએ છીએ, ત્યાં અમારે
આ વાવટો નહીં જોઈએ. આ સરઘસ નહીં જોઈએ. ઍન્ડ ઍન્ડ
જીજીભાઈ ડુ યુ નો ધિસ ? જીજીભાઈ : જી, ના જી. આઇ નો નથિંગ સર ! ક્લાર્ક : મુંબઈના અને કલકત્તાનાં જાણીતાં અંગ્લોઇન્ડિયન છાપાંઓનો
ખબરપત્રી છું. હું નામ જાહેર કર્યા વિના રિપૉર્ટ મોકલું છું. જીજીભાઈ : જી હું એ જાણું છું, સાહેબ ! ક્લાર્ક : હાઉ યુ નો ઘંટ ? જીજીભાઈ : લેખો વાંચીને. આપની મજબૂત અંગ્રેજી ભાષા વાંચીને.
ક્લાર્ક : હવે તમે સમજ્યા. સરકારી મકાનો પર એ ધજ નહીં ચઢે,
નહીં બને. ફક્ત યુનિયન જંક જ ખરો, એ જ વાવટો સદાકાળને
માટે હિન્દુસ્તાનમાં ઊડશે. જીજીભાઈ : અને સાહેબ ! એમ નહીં બને આ દેશી રાષ્ટ્રધ્વજ ઊડશે તો ?
ફૉર ધ સેઇક ઑફ આર્ગ્યુમેન્ટ. ક્લાર્ક : તો ? તો આ વાંચો મારો લેખ. પરમ દિવસે મુંબાઈના છાપામાં
છપાશે, તો બ્રિટિશ રાજ્ય ઊંધું વળશે. ગોરા લોકોની રમતને પજવણી થશે. લુચ્ચા લફંગા જંગલી રખડતા લોકોનું અહીં રાજ્ય થશે. એટલે અરાજકતા થશે. એટલે અંધાધૂંધી થશે. એટલે ગોરી રૈયતને બચાવવાનો માત્ર એક જ ઉપાય છે. અને તે ગોળીબાર, વીંધી દો એમને—ગોળીથીવીંધી જમીન ઉપર
ઢાળી દો. શૂટ ધેમ. શુટ ગાઇસ, શૂટ ! જીજીભાઈ : આઇ સી. ક્લાર્ક : લો આ લેખ, હમણાં ને હમણાં મુંબાઈ કલકત્તાના આપણી
સરકારને ટેકો આપનારાં છાપાંઓને પોસ્ટ કરો. જીજીભાઈ : એટલે અંગ્લોઇન્ડિયન છાપાવાળાઓને ? ક્લાર્ક : બરાબર, તમે મારી સૂચના પ્રમાણે નરસિંગપુર જિલ્લામાં જાહેર
થયેલું ડેપ્યુટી કમિશનરનું ફરમાન વાંચ્યું ?